સાઉથ ઇન્ડસ્ટ્રીના આ દિગ્ગ્જ કલાકાર એક જ ફિલ્મની લે છે આટલા કરોડો રૂપિયાની ફી ! આ પાંચ કલાકારો છે અગ્રતાક્રમે..જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં શામેલ?
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સૌથી વધારે જો કોઈ ફિલ્મોને પ્રેમ આપવામાં આવતો હોય તો તે છે સાઉથની ફિલ્મોને. છેલ્લા થોડાક સમયથી સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે લોકો કોઈ પણ સાઉથની ફિલ્મ જોવા માટે ખુબ ઉત્સુખ હોય છે. આ વર્ષમાં જ પુષ્પા, KGF 2, કાંતારા, કાર્તિકેય 2 અને RRR જેવી ફિલ્મો દર્શકોને ખુબ જ ગમી હતી, આ તમામ ફિલ્મોએ પોતાની કમાણી કરોડો રૂપિયામાં કરી હતી. આજે અમે સાઉથના એવા સુરસ્ટાર વિશે જણાવા જઈ રહ્યા છીએ જે પોતાની ફિલ્મો માટે ખુબ તગડી ફી વસુલે છે.
આ લિસ્ટમાં જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ સાઉથના થલાયવા એટલે કે રજનીકાંત પેહલા નંબર પર આવે છે,રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે રજનીકાંત પોતાની એક ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે 100 કરોડ રૂપિયાની અઢળક ફી વસુલે છે, જેમાં ફિલ્મ માંથી થયેલ નફા નો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. આ લિસ્ટમાં જો બીજા સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેમાં બીજા નંબર પર સાઉથના બીજા સુપરસ્ટાર એવા જુનિયર એનટીઆર આ લિસ્ટમાં આવે છે, માહિતી અનુસાર જુનિયર એનટીઆર એક ફિલ્મના 45 કરોડ રૂપિયા ફસુલે છે.
સાઉથ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાને RRR ફિલ્મના ફેમ રામ ચરણ આ લીસ્ટમાં ત્રીજા ક્રમ પર આવે છે. જણાવી દઈએ કે આ અભિનેતા પણ પોતાની એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયા જેટલી અધધ ફીસ વસુલે છે.
હાલના સમયમાં રામ ચરણ પોતાના પરિવારની વાતને લઈને ઘણા ચર્ચિત થઇ રહ્યા છે કારણ કે તેઓ લગ્નના દસ વર્ષ બાદ સંતાનના માતા પિતા બનવા જઈ રહ્યા છે. રામ ચરણ પોતાના દરેક પાત્રને બખૂબી નિભાવે છે અને પોતાની એક્ટિંગનો જાદુ બધા ચાહકોમાં વિખેરે છે.
હવે જયારે પણ સાઉથની ફિલ્મોની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ આપણા મનમાં ‘બાહુબલી’ નું નામતો ગુંજતું હોય છે કારણ કે આ એક ફિલ્મે સાઉથ ઇન્ડસ્ટ્રીને જ નહીં પણ ભારતને પણ બહારના દેશોમાં નવી ઓળખાણ આપી હતી. આ ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસ એક ફિલ્મ માટે 80 થી 85 કરોડ રૂપિયા જેટલી ફીની વસુલાત કરે છે.
હવે વાત યશની કરવામાં આવે તો ફક્ત ‘કેજીએફ’ ફિલ્મના બંને ભાગોએ યશને હાલના સમયમાં એક મોટો સુપરસ્ટાર બનાવી દીધો છે. યશ પોતાની એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા વસુલે છે.