જુઓ મિસ યુનિવર્સ નું ઘર કે જ્યાં હરનાજ સંધુ પહોંચયા રાહેવા આ ઘર લાગે છે આટલું સુંદર…જુઓ તસ્વીર…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાલના સમયમાં દરેક વ્યક્તિનો લુક અને પહેરવેશ ઘણા જ મહત્વ ધરાવે છે તેમાં પણ ખાસ કરીને મહિલાઓ માટે પોતાનો લૂક ઘણો જ મહત્વ ધરાવે છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં મહિલાઓ માટે અનેક બ્યુટી કોન્ટેસટ થતાં હોઈ છે. જેમાં આવી મહિલાઓ પોતાના દેખાવ, સુંદરતા અને પોતાની આવડત ના કારણે વિજેતા બને છે.
આવા કોન્ટેસ્ટ માં મિસ ઇન્ડિયા, મિસ યુએસ, મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવા અનેક કાર્યક્રમ નો સમાવેશ થાય છે. આપણે અહીં એક એવા જ કાર્યક્રમ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે અહીં મિસ યુનિવર્સ વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે આ પ્રતિયોગિતામાં ભારત સહીત અન્ય 75 દેશોની સુંદર અને પ્રભાવશાળી મહિલાઓ એ ભાગ લીધો હતો. જે પૈકી ત્રણ દેશ પ્રતિયોગતિના ફાઇનલમાં પહોંચ્યા હતા. આ દેશોમાં ભારત ઉપરાંત પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સમાવેશ થાય છે.
હાલ આપણે સૌ જાણીએ છિએ કે આ પ્રત્યોગિતા ભારતીય મૂળના હરનાઝ સંધુ આ પ્રત્યોગિતા જીતી છે અને તેઓ 70મો મિસ યુનિવર્સ નો તાજ પોતાના નામ કર્યો છે. અને હવે તેઓ પોતાના એ ઘર કે જેને મિસ યુનિવર્સ ના ઓર્ગેનાઇઝેશન દ્વારા એક વર્ષ માટે મિસ યુનિવર્સ બનનાર મહિલાને આપવામાં આવે છે ત્યાં પહોંચી ગયા છે.
જણાવી દઈએ કે આ ઘર માં હરનાઝ સંધુ સાથે મિસ યુએસ પણ રહેશે. આ ઘર માં આગાઉ મિસ યુનિવર્સ એન્ડ્રીયા મેસ અને મિસ યુ.એસ. આસ્યા બ્રાન્ચ રહેતા હતા. જણાવી દઈએ કે મિસ યુનિવર્સ ના ઓર્ગેનાઇઝેશન દ્વારા મિસ યુનિવર્સને ઘર ઉપરાંત તેમના કપડા અને કરિયાણા સુધીની દરેક વસ્તુ આખા વર્ષ માટે ફ્રીમાં મળે છે.
જણાવી દઈએ કે વર્ષ 2021 માં મિસ યુનિવર્સ બનેલ હરનાઝ સંધુ ને 2020ની મિસ યુનિવર્સ બનેલ એન્ડ્રીયાએ એક પત્ર લખ્યો. એ પત્રમાં તેમણે લખ્યું હતું કે, નવી મિસ યુનિવર્સનાં નવા ઘરમાં સ્વાગત છે, મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે હું પહેલીવાર એ ઘરમાં આવી હતી. આ નવા શહેરમાં મારું જીવન શરૂ કરવા માટે હું તે સમયે ખૂબ જ ઉત્સાહિત હતી.