માથા થી જોડાયેલ બંને બહેનો ને નાનપણ થી જ માં-બાપે તરછોડી ! કહાની જાણી ને રોઈ પડશે…
આપણા સમાજ માં ક્યારેક એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. કે તેને સાંભળીને આપણે ચોકી જઇ એ છીએ. બાળક નાં જન્મ સમયે ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે, એક સાથે બે બાળકો જોડાયેલા હોય છે. ક્યારેક માથા થી એકબીજા સાથે જોડાયેલ હોય છે તો ક્યારેક બીજા અંગો સાથે જોડાયેલ હોય છે. નાનપણ થી જોડાયેલ બાળકો ને જીવન માં ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ ભારત ના હૈદરાબાદ થી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં બે બહેનો નાનપણ થી એકબીજા સાથે જોડાયેલી છે. પરંતુ તેને ક્યારેય હાર માની નથી.
ભારત ના હૈદરાબાદ માં રહેતી વીણા અને વાણી નામની બે બહેનો નાનપણ થી જ એકબીજા ની સાથે માથા નાં ભાગ થી જોડાયેલી છે. બને ને નાનપણ માં જ માતા- પિતા એ છોડી દીધી હતી. અને તે અત્યારે એક સંસ્થા માં રહે છે. પરંતુ તે બને બહેનો એ ક્યારેય હિંમત હારી નથી. અને જીવન માં ઊંચ શિખરો પાર કર્યા છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, બને જુડવા બહેનો એ તેલંગાણા ઇન્ટર મીડી યેટ ફર્સ્ટ ક્લાસ કેટેગરી ની પરીક્ષા પાસ કરી છે.
ગયા મંગળવારે તેલંગાણા સ્ટેટ બોર્ડ ઓફ ઇન્ટરમિડિયેટ એજ્યુકેશન ઇન્ટર પ્રથમ અને બીજા વર્ષ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલા 10 ની પરીક્ષા માં વીણા એ 9.3 ગ્રેડ અને વાણી એ 9.2 ગ્રેડ મેળવ્યા હતા. વાણી અને વીણા એ આગળ ચાર્ટડ એકાઉન્ટ બનવા ની ઇરછા વ્યક્ત કરી હતી. જાણવા મળ્યું કે, વીણા અને વાણી એ પરીક્ષા સમયે કોઈ સહાયક ની મદદ પણ નોતી લીધી. પોતાની જાતે જ પરીક્ષા આપી હતી.
આ બાબતે બને બહેનો ના પરિણામ માટે મહિલા અને બાળ કલ્યાણમંત્રી સત્યવતી રાઠોડે બુધવારે બને બહેનો ને અભિનંદન પાઠવ્યા હતા. બને બહેનો એ જણાવ્યું કે, બને બહેનો સાથે જ રહેવા માંગે છે. તે ક્યારેય અલગ થવા માંગતી નથી. આમ આ બને બહેનો ની હિંમત જોઈ ને તેને ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. સારા સ્વરછ માણસ ને પણ પાછળ છોડે તેવું કામ કરિયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!