Gujarat

પુત્રી ના જન્મદિવસે પિતા સાથે બની દર્દનાક ઘટના ! જાણી ને આંખ માંથી આંસુ આવી જશે જાણો આખી ઘટના.

Spread the love

ગુજરાત માં રોજબરોજ હત્યા અને આત્મહત્યા ના બનવો સામે આવ્યા જ કરે છે. એવામાં વડોદરા શહેર માંથી એક ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં એક યુવાન નું ધાબા પર થી પડી જતા મૃત્યુ થયું હતું. પરિવાર જનો એ શંકા વ્યક્ત કરી કે, આ અકસ્માત નથી પરંતુ કોઈ એ જાણી જોઈને હત્યા કરી નાખી છે. અને આખી ઘટના ને અકસ્માત નું રૂપ આપવામાં આવ્યું છે.

વધુ વિગતે જાણવા મળ્યું કે, વડોદરા માં રહેતા 35-વર્ષીય ટૉર્નીસ ક્રિશ્ચિયન કે જે વડોદરા ની એક ખાનગી કંપની માં કામ કરે છે. ટૉર્નીસ ક્રિશ્ચિયન વડોદરા ના વડસર ના ડ્રિમ આત્મવન ફ્લેટ માં તેના અમુક મિત્રો સાથે રહેતો હતો. જાણવા મળ્યું કે, બુધવારે ટૉર્નીસ ક્રિશ્ચિયન ની પુત્રી નો જન્મદિવસ હતો. એટલે ટૉર્નીસ ક્રિશ્ચિયન ને પોતાના વતન અમદાવાદ જવું હતું. આથી તે ઓફિસ નું કામ પતાવીને જલ્દી રૂમ પર આવ્યો.

જાણવા મળ્યું કે, બે દિવસ થી તેના રૂમ ના બાથરૂમ માં પાણી આવતું ન હતું. આથી ટૉર્નીસ ક્રિશ્ચિયન ફ્લેટ ની અગાશી પર ટાંકી માં પાણી ભરવા ગયો. અને અચાનક તેનું સંતુલન બગડતા તે અગાશી પર થી નીચે પડ્યો. અને મૃત્યુ પામ્યો. તેના રૂમ ના લોકો એ તે ન મળી આવતા. તેની શોધખોળ કરી તો તે ફ્લેટ ના કમ્પાઉંડ માં લોહીલુહાણ હાલત માં મળી આવ્યો. તાત્કાલિક તેને સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જ્યાં તેને ડોક્ટરો એ મૃત જાહેર કર્યો.

પરિવાર ના લોકો આ ઘટના બાબતે કહે છે કે, ટૉર્નીસ ક્રિશ્ચિયન નું અકસ્માતે નહિ. પરંતુ કોઈ એ જાણી જોઈ ને હત્યા કરી નાખી છે. ટૉર્નીસ ક્રિશ્ચિયન ના સાળા ધ્રુવ ગૌસ્વામી એ જણાવ્યું કે, જ્યાં તે ધાબા પર પાણી ભરવા ગયા હતા. ત્યાં તો પાણી ની ટાંકી અને અગાશી ની દીવાલ વચ્ચે ઘણું જ અંતર છે. એવામાં તેના જીજાજી જો પડે તો પણ અગાશી માં જ પડે. એટલે પોલીસ પાસે પરિવાર ના લોકો એ શંકા વ્યક્ત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *