GujaratIndia

ઓન લાઈન ગેમ રમતા લોકો સાવધાન! આ યુવકે ગેમને લઈને કરી આત્મહત્યા સુસાઇડ નોટમાં કારણ જણાવતા જે લખ્યું વાંચીને ચોકી જાસો.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને ગેજેટ નો સમય છે સમયની સાથે વિજ્ઞાનમાં અવનવા સુધારાઓ આવ્યા જેને લઈને અનેક અવનવી વસ્તુઓ ની શોધ થવા લાગી આવી વસ્તુઓ ખાસ વ્યક્તિના જીવનને સરળ બનાવવા માટે હતી પરંતુ ઘણી વખત લોકો તેનો સાચો ઉપયોગ કરતા નથી અને ખોટા ઉપયોગ થી પોતાને અને પોતાની સાથે જોડાયેલા લોકો ને પરેશાની માં મૂકી દે છે.

હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં વધુ પૈસા કમાવવાની લાલચ યુવકને ભારે પડી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમ લોકો ઈન્ટરનેટ નો ઉપયોગ કામની વસ્તુઓ કરતા મનોરંજન અને ઓનલાઈન ગેમ રમવા માટે વધુ કરે છે આખા વિશ્વમાં જે રીતે ઓનલાઈન ગેમનો ક્રેઝ વધી રહ્યો છે તે ઘણું જ ચિંતા જનક છે. તેવામાં ઓનલાઈન ગેમને લઈને એક ચોકાવનાર ઘટના સામે આવી છે કે જ્યાં એક વ્યક્તિ ને ઓનલાઈન ગેમને લઈને આત્મ હત્યા કરી છે.

આ ઘટના અડાજણ પાલ રાજ કોર્નરની ગલીમાં સુડા આવાસ ની છે અહી રહેતા ૨૯ વર્ષીય સાગર કિશોરરાવ ત્રીકાંડી એ આત્મ હત્યા કરી છે. જણાવી દઈએ કે સાગર હજીરા એલ એન્ડ ટી કંપનીમાં ફીટર હતો. સાગરના ઘરે ખુશીનો માહોલ હતો કારણકે તેમના ઘરે પુત્રીનો જન્મ થયો હતો પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહિ અને સાગરની આત્મ હત્યા કરતા શોકનો માહોલ છવાઈ ગયો જેની જાણ પોલીસ ને થતા ઘટના સ્થળે પહોચેલી પોલીસે તપાસ કરતા આત્મ હત્યાની કારણ માલુમ પડ્યું. સાગરે આત્મ હત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે જણાવ્યું કે પોતે ઓન લાઈન કસીનોમાં રૂપિયા ૩૦ નો દેવાદાર બન્યો છે જેના કારણે આત્મ હત્યા કરે છે.

આત્મ હત્યાની આ ઘટના દરેક ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણી સમાન છે કે આવી રમત ઘણી વખત આત્મ હત્યાનું કારણ પણ બની શકે છે જો વાત સાગરે લખેલ સુસાઇડ નોટ વિશે લખીએ તો તેણે લખ્યું કે “હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *