હચમચાવી દેતી ઘટના એક જ પરિવાર ના ભાઈ બહેન ના નદી માં પડતા થયા મોત કારણ જાણવા મળ્યું કે..

રોજબરોજ એવી ઘટના બનતી હોય છે કે લોકો માટે અણધારેલી મુસીબતો આવી પડે છે જબલપુર થી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક નાના બાળક અને એક નાની છોકરી નું નદી માં પડી જવાથી મૃત્યુ નીપજ્યું છે ખીતોલા પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળ્યું કે ખીતોલા ના વોર્ડ નંબર 16 માં બરા વિસ્તાર માં રહેતા સુનિલ કુમાર દુબે ના ઘરે ગુરુવારે પૂજા હતી.

પૂજા માં તેમના સાગા સબન્ધીઓ આવ્યા હતા. તેમના એક સગા શ્રવણ તિવારી અને તેમનો પુત્ર કૃષ્ણા તિવારી 16-વર્ષ અને પ્રદીપ કુમાર નો છોકરો અભય દુબે (16-વર્ષ) આવેલા હતા. આ પૂજા પુરી થયા બાદ તેની સામગ્રી ને નદી માં વિસર્જન કરવાનું હતું આ માટે સાંજે લગભગ સાત વાગે સુનિલ ની પુત્રી આસ્થા, અભય અને કૃષ્ણા હિરણ નદી ના ખીતોલઘાટ પર ગયા હતા.

ત્યાં પૂજા ની સામગ્રી વિસર્જન કરતા સમયે આસ્થા નો પગ અચાનક જ લપસી ગયો. અને તે અંદર જતી ગઈ. આ જોઈ ને કૃષ્ણા અને અભયે તેમને બચવાનો પ્રયાસ કર્યો પણ તે બન્ને પણ ઊંડે ઊંડે જતા રહ્યા. ત્યાં ઉભેલા એક યુવાન ને એક ને બચાવી લીધો હતો. પરંતુ બેને બચાવી શક્યા ન હતા અને ભાઈ બહેન અંદર વયા ગયા.

આ ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ આવી હતી. મરનાર ના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા એક જ પરિવાર માં ભાઈ બહેન ના મોત થઇ જતા પરિવાર ના માથે મહામુસીબતો આવી પડી છે પરિવાર ને જાણ થતા પરિવાર ના સભ્યો ના આંસુ સુકાતા નથી આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં લોકો જીવ ગુમાવતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.