ગુજરાતી પ્રવાસી અને દીવ પોલીસ વચ્ચે થઇ છુટ્ટા હાથ ની મારામારી. બન્ને પક્ષે ખુબ ધમાલ કરી.

ગુજરાત માં અવારનવાર મારામારી ના કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલ સંઘ પ્રદેશ દીવ થી એક ઘટના સામે આવી છે. જેમાં એક ગુજરાતી પરિવાર અને દીવ પોલીસ ની વચ્ચે મોટી બબાલ થઇ ગઈ છે. સંઘ પ્રદેશ દીવ માં એક પરિવાર અને પોલીસ વચ્ચે છુટાહાથ ની મારામારી થયેલી હતી. જાણવા મળ્યું કે આ પરિવાર ગુજરાતી હતો.

ગુજરાત નો એક પરિવારે ઇકો કાર માં દીવ ગયો હતો. આ દરમિયાન ત્યાંના ટ્રાફિક પોલીસ ને ઇકો ગાડી ના ડ્રાયવર પર નશાની હાલત માં ગાડી ચલાવતા શક જતા તેને ગાડી ચાલક ડ્રાયવર નો મેમો બનાવ્યો હતો. આ મામલે સામે પક્ષે ઇકો ગાડી માં સવાર લોકો એ પોલીસ ની મેમો બુક ફાડી નાખી હતી. અને બાદ પોલીસ અને પર્યટકો વચ્ચે મારામારી થઇ હતી.

પોલીસે તમામ લોકો ને ખુબ માર માર્યો હતો. જેમાં મહિલાઓ પણ સામેલ છે. અને પર્યટકો એ એક મહિલા પોલીસ ને માર મારતા મામલો વધુ ઉચક્યો હતો. અને બાદ માં વધુ મારામારી થઇ હતી. બાદ તમામ પર્યટકો ને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. મારામારી ના લઈને રસ્તા પર ટ્રાફિક ના દ્રશ્ય જોવા મળ્યા હતા.

લોકો એ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. હવે પોલીસ તેમના પર કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું. ગુજરાત માં આવા રોજેરોજ મારામારી ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને લોકો નાની નાની વાતો માં એક બીજા ને માર મારતા હોય છે. ખરેખર પોલીસ ની કાર્યવાહી માં દખલ દેવી ન જોઈ એ તે સ્વાભાવિક વાત છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.