અમદાવાદ- લગ્ન ના માત્ર 2-મહિનામાં જ દંપતી નું રોડ અકસ્માત માં મોત થતા પરિવાર શોક માં ગરકાવ.
ગુજરાત માં રોજબરોજ અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા રહે છે. અને કેટલાય નિર્દોષ લોકો મૃત્યુ પામતા હોય છે. એવી જ એક ઘટના અમદાવાદ થી સામે આવી છે. જેમાં એક દંપતી નું મોત નીપજ્યું છે. અવારનવાર અકસ્માત થતા લોકો માથે અણધારી મુસીબતો આવી ચડે છે. અને લોકો ના પરિવાર ને મહામુસીબતો નો સામનો કરવો પડતો હોય છે.
અમદાવાદ ના એસ.જી હાઇવે પર અકસ્માત થતા એક એક્ટિવા ચાલક અને તેની પત્ની નું મૃત્યુ નીપજ્યું છે. એક્ટિવા ચાલાક દ્વારકેશ વાણિયા અને તેની પત્ની જુલી નું અકસ્માત માં મોત થઇ ગયું છે. આ દંપતી ના લગ્ન હજુ બે મહિના પહેલા જ થયા હતા. અને તે બન્ને તેમની એનિવર્સરી ની ઉજવણી માટે ગયા હતા.
લગ્ન ના બે મહિના થયા હોય બન્ને ઉજવણી માટે ગયા હતા. આ દરમિયાન એક કાર ચાલકે અડફેટે લેતા બન્ને એક શરુ ગાડી એ બ્રિજ પરથી નીચે પડી જતા મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે અકસ્માત થી 100 મીટર ના અંતરે જય ને બ્રિજ પર થી નીચે પટકાયા હતા. કાર ચાલક કાર મૂકી ને નાસી ગયો હતો.
મૃતક દ્વારકેશ ના પિતા એક નિવૃત પોલીસ અધિકારી છે. પરિવાર માં સમાચાર પહોંચતા પરિવાર દુઃખ માં ગરકાવ થઈ ગયો છે. પોલીસે કાર ચાલક ની શોધખોળ શરુ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન ના માત્ર 2 જ મહિના માં દંપતી નું મોત થતા ભારે ચકચાર થવા પામી છે.