Categories
Featured

૨૩ વર્ષની યુવતીને તેના દાદાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો અને લગ્ન કરવા જઈ જ રહી હતી ત્યાં થયું એવું કે…..જાણો વિગતે

લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે. આમ તો સોશિયલ મીડિયાની દુનિયામાં અવનવા કપલ ના કિસ્સાઓ જોવા મલી જાય છે જેમાં બહુ જ ઓછા કપલ ની જોડી પરફેક્ટ લુક આપતી હોય છે એટ્લે કે ઘણા કપલ ની ઉમરમાં વધારો ઘટાડો તો ઘણા કપલ ની સુંદરતામાં તો ઘણા લોકોની કદ અને બોડીમાં ફેરફાર જોવા મલી જાય છે તો ઘણા કપલ એવા પણ હોય છે જેની જોડી પરફેક્ટ લાગતી હોય છે,

 

પરતું હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે.આ રિયલ સ્ટોરી સોશિયલ મીડિયા ની બહુ જ ખૂબસૂરત ઇન્ફ્લુએન્સર એરિકા  મોજર ની છે. જે 23 વર્ષની છે અને અમેરીકામાં જ રહે છે. જેની એક એક અદાઓ ના લાખો લોકો દિવાના છે.કરોડપતિ રિક નામના એક વૃધ્ધ વ્યક્તિ સાથે  એરિકા  ની મુલાકાત એક ડેટિંગ એપ પર થઈ હતી, આ એરિકા  ને 70 વર્ષના રિક સાથે પ્રેમ થયો હતો. આ બંને ની મુલાકાત પહેલીવાર થઈ ત્યારે જ એરિક રિક તરફ આકર્ષિત થઈ ગઈ હતી જેના પછી બંને એ મળવાનું શરૂ કરી દીધું.

લગભગ દોઢ વર્ષ સુધી એક બીજાને ડેટ કરતાં રહ્યા. આના પછી એરિકા  અને રિક ને એકબીજાનો સાથ એટલો બધો પસંદ આવવા લાગ્યો કે બંને એ પોતાના પ્રેમ ને અંજામ આપવા માટે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. બંને એ સાથે શોપિંગ પણ કરી પરંતુ લગ્ન ના દિવસે જ કરોડપતિ રિક જ્યારે વરરાજો બન્યો તે સમયે જ અચાનક એરિકા  પલટી ગઈ અને લગ્ન કરવા માટે પહોચી જ નહીં. સોશિયલ મીડિયા એનફ્યુએનસર એરિકા એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે આચાનક જ તેને રિક જેને તે બહુ જ પ્રેમ કરતી હતી તેને લગ્ન વાળા દિવસે જ કેમ ધોખો આપ્યો.

એરિકા  એ જણાવ્યુ કે મને નથી ખબર કે હું મારાથી 46 વર્ષ મોટા વૃધ્ધ વ્યક્તિ ના પ્રેમ માં કઈ રીતે પડી ગઈ. પરંતુ લગ્ન ના અંત સમયે મને લાગ્યું કે હું આ લગ્ન કરીને મારુ જીવન બરબાદ કરી રહી છું. અને હું અત્યારે લગ્ન કરવા માંગતી જ નહોતી આથી મે લગ્ન ની કસમ તોડી નાખી. ટીવી સિરીજ ‘ મેરીંગ મિલિયન્સ 2021 માં એરિકા અને રિક નજર આવ્યા હતા. આ શો નો કોન્સેપ્ટ એ હતો કે આ જોડીમાં એક આમિર અને એક સામાન્ય માણસ હોવું જોઈએ. આ શો દરમિયાન જ બંને ના પ્રેમ ની શરૂઆત થઈ અને બહુ જ નજીક આવ્યા.

આટલું જ નહીં એરિકા એ એક પછી એક નેશનલ ટીવી શો પર પોતાની રિક સાથેના પ્રેમનો ખુલાસો પણ કર્યો હતો. એરિકા એ ટીકટોક પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેને જણાવ્યુ કે હું 70 વર્ષના રિક ની સાથે પ્રેમમાં પાડીને લગ્ન કરવાની હતી પરંતુ અંત માં મને હોશ આવી ગયો કે વાસ્તવમાં અમારા બંને વચ્ચે કઈ સમાન છે જ નહીં. અને હું તો હજુ લગ્ન કરવા માંગતી જ નથી. આથી લગ્ન વાળા દિવસે જ મે આ નિર્ણય લીધો અને હવે અમે બંને અલગ થઈ ગયા છીએ.

Categories
Featured

વર્ષો બાદ બનશે આવો અનોખો સંયોગ ! આ ત્રણ રાશિ દીવાળી સુધી મા માલામાલ….

જ્યોતિષ શાસ્ત્રી ના અનુસાર દરેક 9 ગ્રહ અલગ અલગ સમય પર પોતાની રાશિ બદલતા રહેતા હોય છે. ઓગસ્ટ મહિનામાં 2 મહત્વપૂર્ણ ગોચર થવા જય રહ્યા છે. જેના કારણે થોડી રાશિઓને આના સારા ફળ પ્રાપ્ત થઈ શકે છે. જયા સિંહ રાશિમાં સૂર્યના સંક્રમણના એક વર્ષ બાદ મંગળ અને સૂર્ય સિંહ રાશિમાં મળવા જઈ રહ્યા છે. સિંહ રાશિમાં મંગળ અને સૂર્યનો સંયોગ તમામ લોકોના જીવન પર ઊંડી અસર કરશે. જ્યારે કેટલીક રાશિઓ માટે તો ચાંદી જ ચાંદી બની જશે. 16 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ પહેલેથી જ સિંહ રાશિમાં છે.

મેષ

મેષ રાશિનો સ્વામી મંગળ છે. સિંહ રાશિ માં મંગળ અને સૂર્ય ની યુતી માં મેષ રાશિ વાળા લોકોને બહુ જ લાભ થશે. આ લોકોને સંતાન સબંધી શુભ સમાચાર જોવા મળી શકે છે. કરિયાયર માટે આ શ્રેષ્ટ અને લાભકારી સમય છે, અચાનક જ પૈસા ની વર્ષા થઈ શકે છે પ્રેમી નો સાથ સારો મળી રહસે.

કર્ક

સૂર્ય અને મંગળ ની યુતી થી કર્ક રાશિ વાળા ને પણ લાભ થશે. આ લોકોને ઘણી બાજુથી ધન ના લાભ મળી શકે છે. આવકમાં વૃધ્ધિ થઈ શકે છે. ત્યાં જ ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કોઈ જરૂરી કામ પૂરું થવાથી રાહત મળશે, આ સાથે જ જોબ થ્રેડીંગ બંને જ બાજુ થી સારો સમય છે.

સિંહ

રાશિ નો સ્વામી સિંહ હોય છે. અને મંગળ સિંહ રાશિમાં સૂર્ય ની સાથે યુતિ છે. આથી સૌથી વધારે ફાયદો સિંહ રાશિ વાળા ને થશે. નોકરી કરતાં લોકોને પ્રમોશન અને ઇંક્રીમેંટ મળી શકે છે. વ્યાપારી વર્ગ નો નફો વધી શકે છે કોઈ મોટી ડીલ પક્કી થઈ શકે છે આત્મવિશ્વાસ વધસે, અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. જિવનસાથી ની સાથે સારા સબંધ રહેશે.

Categories
Entertainment Featured Religious

શ્રાવણ માસ મા મહાદેવ ને પ્રસન્ન કરવા કરજો આ ખાસ કામ ! થઈ જશો માલામાલ….જાણો વિગતે

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી નું પૂજન કરવામાં આવે છે. આમ તો ભગવાન ની પૂજા અર્ચના કરવા માટે ઘણા પ્રકાર ની સામગ્રીઓ ચડાવવામાં આવતી હોય છે. પરંતુ થોડા વિશેષ પારકારના ફૂલ પણ એમને ચડાવવામાં આવતા હોય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર દરેક ભગવાન ને ફૂલ બહુ જ પ્રિય હોય છે.

પરંતુ પુરાણો અને શાસ્ત્રો ની માનવામાં આવે તો થોડા ફૂલો એવા પણ હોય છે કે જે ઘણા ભગવાન ને ચડાવવામાં આવતા નથી. ભગવાન શિવ જી ના શિવલિંગ પર કેતકી, જુહી, કુંદ, શિરીષ, મદંતી, કેવડા, બાહેંડા, કરેણ અને કમળ અર્પિત કરવામાં આવતા નથી. તો આવો જાણીએ કે ભગવાન શીવ ને ક્યાં ક્યાં ફૂલો / પાન અર્પિત કરી શકાય છે.

બિલીપત્ર : ભગવાન શિવ ને બિલીપત્ર અર્પિત કરીને તેમને જલ્દી જ પ્રસન્ન કરવા હોય તો કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર બિલીપત્ર બહગવાન શિવ ની ત્રીજી આંખ નું પ્રતિક ગણાય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી ને એક સાથે બિલીપત્ર ચડાવવાથી સુખ સમૃધ્ધિ , ધન , ઐશ્વર્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે.

ભાંગ ના પાંદડા : ભગવાન શિવ સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેર ને પોતાના ગળામાં ધારણ કરીને નીલકંઠ કહેવાયા છે. એવામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને ભાંગ ના છોડ ના પાંદડા એ આવશ્ય ચડાવો, શિવલિંગ પર ભાંગ ના પાંદડા ને ચડાવતી તમારા મન ના વિકારો અને નકારાત્મકતા દૂર થઈ જાય છે.

શમી પત્ર : ભગવાન શિવ ને શમી ના પાન પણ બહુ જ પ્રિય છે, એવામાં જો શ્રાવણ મહિનામાં શિવ લિંગ પર અભિષેક કર્યા બાદ શમી ના પાન ચડાવવામાં આવે તો તેનાથી ભોળાનાથ ની સાથે સાથે શનીદેવ ની પણ કૃપા મળી રહે છે.

દુર્વા : ધાર્મિક માનયતા અનુસાર દુર્વા માં અમૃત નો અંશ હોય છે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશ જી ને દૂર્વા અતિપ્રિય છે. આથી જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને દૂર્વા અર્પિત કરવામાં આવે તો અકાળ મૃત્યુ ના ભય દૂર થઈ જાય છે.

ધતૂરો : શિવપુરાણ અનુસાર શિવજી ને ધતૂરા બહુ જ પ્રિય છે. જો ધતૂરા ના પાનને શિવલિંગ પર અર્પિત કરવામાં આવે તો ભક્તો ના દરેક ખરાબ વિચાર નસ્ટ થઈ જાય છે અને તેમના વિચાર સકારાત્મક થઈ જાય છે.

પીપળના પાન : શાસ્ત્રો અનુસાર પીપલ માં ત્રિદેવો નો વાસ હોય છે. પીપળ ના પાન પર ભગવાન શિવ નો વાસ હોય છે ભગવાન શિવ ને પીપળ ના પાન જો અર્પિત કરવામાં આવે તો ગ્રહો ના દોષ દૂર થઈ જાય છે અને ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આવી જાય છે.

આંકડા : આંકડાના ફૂલ અને પાંદડા બંને જ શિવજીને બહુ જ પ્રિય છે. માનીતા છે કે જે ભક્ત ભગવાન શીવ ને આંકડાના ફૂલ અથવા પાન અર્પિત કરે છે તે ને ભગવાન શિવ દૈહિક, દેવિક અને ભૌતિક દરેક પ્રકાર ના કષ્ટો હારી લે છે.

આંબાના પાન : જો ભગવાન શી ને આંબાના પણ અર્પિત કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃધ્ધિ આવે છે અને ભક્તોનું દુર્ભાગ્ય દૂર થાય છે આ સાથે જ ધન લાભ ની સંભાનાઓ વધી જાય છે.