“ચાર ચાર બંગડીવાળી ગાડી..” ગીતના વિવાદને લઈને આવ્યો મોટો ચુકાદો ! કોર્ટે કિંજલ દવેને ફટકાર્યો આટલા લાખનો દંડ..
તમને ખબર જ હશે કે કિંજલ દવેનું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ખુબ જ વધારે ફેમસ થઇ ચુક્યું હતું, આખા ગુજરાતમાં લગ્ન હોય કે બીજો કોઈ પ્રસંદ આ ગીત તો વાગતુંને વાગતું જ, એવામાં વર્ષ 2019 ની અંદર જ ઓસ્ટ્રેલિયાનો ગાયક એવા કાર્તિક પટેલે આ ગીત લખ્યું હતું તથા કમ્પોઝ કરીને ગાયું પણ હતું. એવામાં કિંજલ દવેએ કોપીરાઇટ એક્ટનું પાલન ન કરીને આ ગીત ગાયું હતું.
જે બાદ આ ગીત એટલું બધું ફેમસ થઇ ગયું કે દરેક જગ્યાએ ગીત ટ્રેન્ડ કરવા લાગ્યું અને આ ગીત થી જ કિંજલ દવેની લોકચાહના પણ વધી ગઈ હતી,એવામાં ઓસ્ટ્રેલીયાના કાર્તિક પટેલ નામના વ્યક્તિએ પોતાની સાથે અન્યાય થતા સીટી સિવિલ સેશન્સ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જે પછી વર્ષો બાદ સેશન્સ કોર્ટ દ્વારા હાલ ચુકાદો કરવામાં આવ્યો છે, સેશન્સ કોર્ટે આ મામલે શું કહ્યું ચાલો જણાવીએ.
સીટી સિવિલસેશન્સ કોર્ટ દ્વારા કિંજલ દવે વિરુધ ચુકાદો આપ્યો છે જેમાં તેઓએ કિંજલ દવેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, અમુક મીડિયા એહવાલો તથા સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી પણ માંગી છે પરંતુ તેનો સ્વીકાર કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો નહી.
સીટી સિવિલ સેશન્સ કોર્ટની અંદર ઓસ્ટ્રેલીયાના કાર્તિક પટેલના પક્ષમાં ચુકાદો સંભળાવામાં આવ્યો છે, કોર્ટે હુકુમ આપ્યો છે કે 1 લાખ રૂપિયાનો દંડ કિંજલ દવેને 7 દિવસોની અંદર કાર્તિક પટેલને ચૂકવવાના રેહશે.કોપીરાઈટ નિયમના ભંગને લીધે કિંજલ દવેને આટલો દંડ ફટકારવામાં આવ્યો છે.