CRPF જવાન ની પત્ની અને ટોલ-પ્લાઝા મહિલા કર્મચારી વચ્ચે થઇ છુટ્ટા હાથ ની મારામારી. એકબીજા ના વાળ પકડી પકડીને, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અવ નવા વિડીયો આપણને જોવા મળતા હોય છે. લગ્નના વિડીયો, ડાન્સ ના વિડીયો તો ક્યારેક મારા મારી ના વિડીયો પણ સામે આવતા હોય છે. એવો એક વિડીયો મારા મારી નો હાલ સામે આવ્યો છે. એક ટોલ પ્લાઝા પર પૈસા ભરવા બાબતે એક ટોલ પ્લાઝા ની મહિલા કર્મચારી અને એક અન્ય મહિલા બાખડી પડી હતી.
વધુ વિગતે જાણી એ તો આ ઘટના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક નજીક આવેલા પીપલગાવ ટોલ પ્લાઝા પર ઘટના બની હતી. વધુ વિગતે જાણવા મળ્યું હતું કે અહીં એક સીઆરપીએફના જવાન અને તેની પત્ની તેના બે બાળકો સાથે પૂણે પોતાની કારમાં જઈ રહ્યા હતા. આ સમયે સીઆરપીએફના જવાને પોતાનું કાર્ડ બતાવ્યું હતું. પરંતુ ટોલ પ્લાઝામાં કામ કરી રહેલી મહિલા કર્મચારીએ આ કાર્ડ નહીં ચાલે એમ કહીને તેને ટોલ ભરવા કહ્યું હતું.
A shocking incident has come to light that a fierce fight took place between women at the Pimpalgaon toll booth near Nashik. @IGPNashikRange pic.twitter.com/1PwGTugSqo
— 𝕄𝕣.ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) September 15, 2022
આ બાબતે સીઆરપીએફ જવાનની પત્નીનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને પત્નીએ આ મહિલા કર્મચારી ઉપર હુમલો કરી દીધો હતો. બાદમાં મહિલા કર્મચારી અને સીઆરપીએફ જવાનની પત્ની બંને ખૂબ જ ભયંકર રીતે બાખડી પડ્યા હતા. બંને એકબીજાના વાળ ખેંચી રહ્યા હતા. તો એકબીજા ઉપર તમાચાનો વરસાદ પણ કરી રહ્યા હતા.
આજુબાજુમાં કેટલાક લોકો માત્ર તમાશો જોઈ રહ્યા હતા. પરંતુ તે લોકો તેને છોડવાની કોશિશ કરી રહ્યા ન હતા. આ બાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ બંને ફરિયાદીઓની વાત સાંભળ્યા બાદ પોલીસ અધિકારીઓએ આ વિવાદનું સમાધાન કરાવ્યું હતું. અને માફી પત્ર લખીને વિવાદ નો અંત લાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!