અમરેલી જિલ્લા માં વરસાદ નું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે. નાવલી નદી માં ઘોડાપુર આવતા બજારો, ઘરો માં, જુઓ તબાહી ના દ્રશ્યો.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘ મહેર ચાલી રહ્યું છે. આખા ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ગુજરાતમાં ભાદરવો ભરપૂર થઈ રહ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા છે. તો નદીઓ, નાળા અને ડેમો ઉફાન પર આવી રહ્યા છે. એવી જ હાલત કંઈક સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ની થઈ હતી. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવવાની સ્થિતિ સર્જાઈ હતી.
અમરેલી જિલ્લામાં ગામડામાં સમગ્ર જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમોદરા, વિરડી, થવી વગેરે ગામડામાં રોડ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને અવરઝવર માં ભારે હાલાકી નો સામનો કરવા પડ્યો હતો. વધુ વિગતે જાણવા મળ્યું કે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘો મહેરબાન થયેલો છે. અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસવાને રહેવાને કારણે લીલીયા પંથકમાં ભારે વરસાદના કારણે નાવલી નદીમાં ઘોડાપૂર આવવાની સ્થિતિ સર્જાણી હતી.
નાવલી નદીમાં ઘોડાપુર આવતા આજુબાજુના ગામડાઓમાં નાવલી નદીના પાણી ઘૂસી ગયા હતા. ગામડાની બજારમાં પાણી ઘુસી જતા બજારમાં આવેલી અને દુકાનોમાં પાણી ઘુસી જવા ને લીધે દુકાનદારોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. વેપારીઓ ના માલસામાનને નુકસાન થયું હતું. અમરેલી જિલ્લાના ઘણા બધા જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. એમાં ખોડીયાર ડેમમાં પાણીની આવક વધતા ખોડીયાર ડેમના બે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત ધાતરવાડી ડેમના પણ બે દરવાજા ખોલવામાં આવેલા છે. આમ અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ થોડા દિવસ વરસાદની આગાહી કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર નદીનાાળા ઉફાન પર જોવા મળે છે. સિઝનનો સૌથી વધુ વરસાદ પડતા હાલમાં નર્મદા નદી ઉપર આવેલો સરદાર સરોવર ડેમ પણ સીઝનની ઉચ્ચ સપાટી આવી ગયેલો જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!