કોમેડી કિંગ કપિલ શર્માએ દીકરાના જન્મદિવસની કંઈક આ રીતે કરી ઉજવણી ! સ્પાઈડર મેન થીમની સાથે….જુઓ આ ખાસ તસવીરો
કપિલ શર્મા મનોરંજનની દુનિયાના સૌથી પ્રખ્યાત હસ્તીઓમાંથી એક છે. તેણે એક અભિનેતા, કોમેડિયન, ગાયક અને નિર્માતા તરીકે શોબિઝ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવ્યું છે. કપિલ તેના કોમેડી ટોક શો ‘ધ કપિલ શર્મા શો’ બાદ ખૂબ જ લોકપ્રિય થયા છે. તેના સફળ પ્રોફેશનલ ફ્રન્ટ ઉપરાંત, કપિલ તેના અંગત જીવનમાં પણ ખૂબ જ નસીબદાર છે કે તેણે તેની કોલેજ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે 2018 માં લગ્ન કર્યા અને તેઓ બે સુંદર બાળકો જેમાં પુત્રી અનાયરા અને પુત્ર ત્રિશાન ના માતાપિતા છે.
તેવામાં હાલ તાજેતરમાં, કપિલ અને તેની પત્ની ગિન્નીએ પુત્ર ત્રિશાન માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું કારણ કે તે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ ત્રણ વર્ષનો થયો હતો. આમ પ્રસંગે હાજર રહેલા ઘણા લોકોની પોસ્ટને ફરીથી શેર કરી હતી. આમ આ ઇવેન્ટની ઝલકમાં જોવા મળી રહ્યું છે કે કપિલ અને ગિન્નીએ તેમના પુત્ર ત્રિશાન માટે સ્પાઇડરમેન-થીમ આધારિત જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.
તસવીરો અને વીડિયોમાં, બર્થડે બોય ત્રિશાન સ્પાઈડરમેન આઉટફિટ પહેરેલો જોવા મળ્યો હતો, જ્યારે અનાયરા સફેદ કોલર સાથે સુંદર લાલ ડ્રેસમાં સજ્જ હતી. કપિલે વાદળી રંગનો હાફ સ્લીવ શર્ટ પહેર્યો હતો, જેને તેણે બેજ પેન્ટ સાથે જોડી દીધો હતો, બીજી તરફ, ગિન્ની લાલ રંગના ટાયર્ડ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
લવી-ડોવી કપિલ અને ગિન્ની તેમના બે બાળકો સાથે બે ટિયર સ્પાઈડરમેન થીમવાળી સ્વાદિષ્ટ કેક કાપતા જોવા મળ્યા હતા. ત્રિશાનના જન્મદિવસની કેકમાં સુપરહીરોનું કેરીકેચર પણ હતું. સમગ્ર સ્થળને લાલ અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું અને પાર્ટી દરમિયાન બાળકોને રમવા માટે પણ ઘણી બધી એક્ટિવિટીઓ જોવા મળી હતી.