નૂપુર શર્મા એ કરેલા વિવાદિત નિવેદન નો વિરોધ સુરત પહોંચ્યો, સુરત ના રસ્તા પર નૂપુર શર્મા ના વિરોધ માં પોસ્ટરો લાગ્યા પોલીસે…
ભાજપ ના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા એ કરેલા વિવાદિત નિવેદન ને લઇ ને ભારત માં મુસ્લિમ સમાજ નો વિરોધ તીર્વ બન્યો છે. જેના પગલે આખા ભારત માં ઠેર ઠેર મુસ્લિમ સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. આમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી રહ્યું. ગુજરાત ના સુરત માં આના પડઘા મુસ્લિમ સમાજે પાડ્યા છે. અને આ કારણોસર ચાર દિવસ પહેલા સુરત માં જાહેર રસ્તા પર નૂપુર શર્મા ના પોસ્ટર લગાવામાં આવ્યા હતા. અને એવા ભડકાઉ વિડીયો પણ વાયરલ થયેલા છે.
આ બનાવો ને લઇ ને પોલીસ ત્વરિત એક્શન માં આવી ગઈ. અને પાંચ લોકો નિ અટકાયત પણ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, નૂપુર શર્મા નો વિરોધ સુરત માં પણ થઇ રહ્યો છે. જેના કારણે કેટલાક લોકો એ નાનપુરા કાદરશાની નાળમાં રોડ પર નૂપુર શર્મા ના ફોટા પર બુટ ની પ્રિન્ટ ની છાપ વાળા પોસ્ટરો બે શખ્સો એ ચોંટાડી મેસેજ અને વિડીયો વાયરલ કર્યો હતો. અને એમાં લખ્યું હતું કે, 40-50 પોસ્ટરો થી કઈ નહિ થાય. આપણે યુ.પી., ઝારખંડ જેવું કરવાનું છે.
આ બાબતે પોલીસે જાતે ફરિયાદી બની ને 3 યુવાન ની ધરપકડ કરી છે. જાણવા મળ્યું કે, આ પોસ્ટરો મોહમંદ તૌફીક શેખ અને સદ્દામ સૈયદે આ પોસ્ટરો ચોંટાડ્યા હતા. આ પોસ્ટરો નાનપુરાની પ્રિન્ટિંગ પ્રેસ માં ઇમરાનખાન પઠાણે છાપ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ સમાજ ના લોકો ને ઉશ્કેરવા માટે મોબાઈલના વોટ્સએપ ગ્રુપ માંથી ઉશ્કેરણીજનક વિડીયો પણ મળી આવ્યા હતા. આ વિડીયો માં જોવા મળતા મોહમંદ તૌફીક મોહમંદ રફીક શેખ, સદ્દામ રઉફ સૈયદ, ઇમરાનખાન હબીબખાન પઠાણ ની ધરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે તમામ આરોપી ને પોલીસે કોર્ટ માં રજૂ કરી નેં એક દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા. અને આની પાછળ કોનો હાથ તે તે બાબતે તપાસ પોલીસે હાથ ધરી હતી. આ પાંચ ગુનેગારો પૈકી એક હત્યા ના આરોપ માં પહેલા પણ ઝડપાય ચુક્યો છે. શાહરુખ સલીમ પઠાણ નામનો યુવાન આ પહેલા લીંબાયત પોલીસ ના હાથે દસ વર્ષ અગાઉ હત્યા ના પ્રયાસ માં પકડાયેલ હતો. જે જામીન પર ફરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!