બહેન ના મૃત્યુ નુ ભાઈ ને એટલું દુઃખ થયું કે, બહેન ની ચિતા પર જય ને પોતે પણ મૃત્યુ પામ્યો, થયું એવું કે…
મધ્યપ્રદેશ ના સાગર નજીર મજગુવા નામના ગામમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. એક બહેન નું અકસ્માતે કુવામાં પડી જવાથી મૃત્યુ થઇ ગયું હતું. બહેન ના મોત ની ખબર તેના પિતરાઈ ભાઈ ને મળતા પિતરાઈ ભાઈ 430 કિલોમીટર બહેન ના ગામ આવી ને બહેન ની ચિતા જ્યાં હતી. તેના પર જ સુઈ ગયો અને તે પણ મૃત્યુ પામ્યો હતો. સમગ્ર મામલો કંઈક આવો છે કે, મધ્યપ્રદેશ ના ગામમાં રહેતી 21 વર્ષીય જ્યોતિ નામની યુવતી ગુરુવારે સાંજે 6 વાગે ખેતરે ગઈ હતી.
પરંતુ તે રાત્રે પણ ઘરે પરત ના ફરી એટલે તેના મોટા ભાઈ શેરસિંહ અને પિતા ગોતવા માં લાગી ગયા હતા. બાદ માં સવારે પિતા એ શક ગયો કે જ્યોતિ કુવા માં તો નથી પડી ગઈ ને. એટલે પોતાની વાડી નો કૂવો ખાલી કરાવ્યો. અને તેમાં જ્યોતિ ના કપડાં દેખાય આવતા હતા. બાદ માં પિતા એ પોલીસ ને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર આવી અને લાશ ને બહાર કાઢી ને પીએમ કરીને અંતિમસંસ્કાર માટે ઘર વાળા ને આપી હતી.
ઘર વાળા એ જ્યોતિ ના અંતિમસંસ્કાર ગામમાં સ્મશાન માં કર્યા. આ વાત ની જાણ તેના કાકા ના દીકરા કરણ ઠાકુર (18-વર્ષ) ને થતા ભાઈ કરણ બાઈક લઈને જ્યોતિ બહેન ના ગામ આવવા નીકળી ગયો હતો. બને ના ઘર વચ્ચે 430 કિલોમીટર નું અંતર હતું. ઘર ના લોકો પણ અંતિમસંસ્કાર કરી ને ઘરે આવી ગયા હતા. ગામના લોકો એ શનિવારે સવારે જોયું કે, જ્યોતિ ની ચિતા પાસે ભાઈ કરણ ઠાકુર આગ થી સળગેલી હાલત માં છે. આ સૂચના પોલીસ ને મળતા જ પોલીસ આવી હતી.
કરણ હજુ જીવતો હતો. તેને સળગેલી હાલત માં હોસ્પિટલ ખસેડવામાં આવતો હતો. પરંતુ રસ્તા માં જ તેનું મોત નીપજ્યું હતું. કરણ ના પિતા ઉદયસિંહ ને આ વાત ની જાણ કરતા માતા-પિતા બન્ને આવી પહોંચ્યા હતા. અને બાદ માં જ્યોતિ ની ચિતા ની બાજુમાં જ કરણ ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!