India

કપરો અકસ્માત! નવ પરણિત દંપતિ માતા પિતા પાસે જઇ રહી હતી પરંતુ રસ્તામાં એક ટ્રકે તેમની સાથે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અકસ્માત ને લગતા અનેક બનાવો અવાર નવાર સામે આવતા રહે છે. અકસ્માત ના કારણે રોજ અનેક લોકો પોતાના સ્વજનો ને ખોઈ બેસે છે. અકસ્માત ના કારણે આર્થિક અને જાન માલનુ ઘણું જ નુકશાન ઊઠાવવુ પડે છે. હાલમાં આવાજ એક કરુણ અકસ્માત અંગે માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ આ ગંભીર અકસ્માત ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ઈટાવા રોડ પાસે કુચેલા ત્રણ રસ્તા આગળ સર્જાયો હતો. જેમાં એક નવ પરણિત દંપતિ નું મૃત્યુ થયું હતું. આ અકસ્માત એક ટ્રક અને ગાડી વચ્ચે સર્જાયો હતો કે જ્યાં રેતી ભરેલ ટ્રક કાર પર પલટી ગયો હતો. જેના કારણે ગાડીના ભુક્કા થઈ ગયા હતા. અકસ્માત માં ગાડીમાં સવાર પતિ પત્ની નું મૃત્યુ થ્યું હતું.

જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા દંપતિ અંગે કરીએ તો તેમાં કરન કુમાર અને તેમના પત્ની કમલેશનું મોત થયું હતું. જણાવી દઈએ કે તેમના લગ્ન 28 નવેમ્બર, 2021ના રોજ થયા હતા. કરણ પત્ની સાથે ગાડીમાં સાસરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જણાવી દઈએ કે કરણ શિક્ષક ભરતીની તૈયારી કરતો હતો જયારે લખનઉમાં રહેતા બટેશ્વરી લાલ બઘેલની પુત્રી કમલેશ આગ્રાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી.

અકસ્માત બાદ દંપતિ ને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત ને કારણે રસ્તા પર જામ જોવા મળ્યું. જ્યારે રસ્તા પર પસાર થઈ રહેલ સીઆરપીએફના જવાનોએ જામ દૂર કર્યું અકસ્માત અંગે બંને પરિવાર ને જાણ થતાં પરિવાર માં શોક નો માહોલ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો જેની શોધ શરૂ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *