મોત માટે ડૂબકી! વાપી ના બ્રિજ પરથી યુવકે પડતું મુક્યું આત્મ હત્યા નું કારણ…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ જીવ ઘણો મહત્વ નો અને મુલ્યવાન છે. માટે તેની કદર કરવી જરૂરી છે. પરંતુ ઘણા લોકો જીવના આ મહત્વ ને સમજી શકતા નથી. આપણે સૌ અવાર નવાર આત્મ હત્યા ના બનાવો અંગે માહિતી મેળવતા હોઈએ છિએ. લોકો આર્થિક કે સામાજીક અથવા પ્રેમ સંબંધ ને લઈને આત્મ હત્યા કરતા હોઈ છે.

હાલમાં આવોજ એક આત્મ હત્યા અંગે નો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ બનાવ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં કોલક કોલક નદીના બ્રિજ પર સર્જાયો છે કે જ્યાં એક યુવકે બ્રિજ પરથી પડતું મૂકીને આત્મ હત્યા કરતા સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી જવા પામ્યો છે. આ સમયે બ્રિજ પાસે હાજર લોકોએ યુવક ને બચાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ યુવક ને બચાવી શક્યા નહીં.

જો વાત આ આત્મ હત્યા અંગે કરીએ તો આ બનાવ ધુળેટીના દિવસે બન્યો હતો જો વાત આત્મ હત્યા કરનાર યુવક અંગે કરીએ તો તેનું નામ અનિલ કોરી છે. જણાવી દઈએ કે અનિલ ઘણા સમયથી કોલક નદી સ્મશાન પાસેની ખાડી પાસે આવેલા એક ગેરેજમાં નોકરી કરતો અને ગેરેજમાં જ રહેતો હતો. મળતી માહિતી અનુસાર અનિલ થોડા દિવસ થી માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો.

જ્યારે અનિલે પડતું મુક્યું ત્યારે આસપાસ હાજર લોકોએ તેને બચાવવાની કોશિશ કરી જે બાદ તેઓ નિષ્ફળ જતા તુરંત વાપી નગર પાલિકા અબે GIDC ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી જે બાદ આશરે 2 કલાકથી વધુની મહેનત બાદ ફાયર ફાઈટરની ટીમને અનિલ ની લાશ મળી. જોકે હજુ સુધી આત્મ હત્યા નું કારણ જાણવા મળ્યું નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.