India

રાજસ્થાન માં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નું સર્જન. વરસાદ થી 5-કી.મી. ટ્રાફિક જામ થતા રસ્તા પર રાત વિતાવવા લોકો મજબુર..જુઓ ફોટા.

Spread the love

ગુજરાતમાં ફરી પાછું ચોમાસા નું આગમન શરૂ થઈ ગયું છે. ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ ભુક્કા કાઢી રહ્યો છે. ઠેર ઠેર વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે. એવામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને પાટણ જેવા જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જાણવા મળ્યું કે પાલનપુર આબુરોડ પર એટલું બધું પાણી ભરાઈ ગયું કે, અવર-જવર કરતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

એવામાં પાલનપુર થી આબુરોડ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ રોડ બંધ કરાતા પાંચ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને આજુબાજુના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થવા પામેલું છે. હજુ સુધી આગામી 24 કલાક આ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અમીરગઢમાં પાંચ ઇંચ વરસાદ, ડીસામાં સાત ઇંચ, પાલનપુરમાં ચાર ઇંચ, દાંતીવાડામાં છ ઇંચ અને કાંકરેજ માં ચાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિઓ સર્જાવા લાગી છે. લોકોના ઘર મા કેડ સમા પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ બનાસકાંઠામાં આવેલી બાલારામ નદીમાં પાણીનો પ્રવાહ વધારે થવા લાગ્યો છે. અને નદીનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. વરસાદના પાણીથી ઠેર ઠેર લોકો ના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો ઘણા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના 47 પૈકી 43 તાલુકામાં એક ઇંચ સ્થિત પણ વધારે વરસાદ થાકી ચૂક્યો છે.

રાજસ્થાન જતા પ્રવાસીઓ ને ભારે હાલાકી નો સામનો કરવા પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદનો વિરામ હતો. ત્યારબાદ ફરી આગળ ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે. અને ઠેર ઠેર પાણીઓ ભરાવા લાગ્યા છે. એવામાં રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે દુઃખદ સમાચાર સામે આવેલા જોવા મળે છે. ઠેર ઠેર મોટર અને ગાડીઓની મોટી લાંબી કતારો લાગી ગયેલી જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *