India

J&K: ITBP ના ઘાયલ જવાને કહ્યું કે, તેની સામે અનેક જવાનો તરફડીયા મારતા હતા. અનેક ના માથા ફૂટી ગયા હતા..સાંભળી ને ધ્રુજી જશે..

Spread the love

હાલ 15 મી ઓગસ્ટના દિવસે આખો ભારતના આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો. એવામાં આઝાદીના દિવસ ના પછી ના દિવસે આખા ભારત દેશવાસીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. જેમાં જમ્મુ કશ્મીરમાં આઇટીબીપીના જવાનોથી ભરેલી એક બસ 200 થી અઢીસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાની સાથે જ સાત જવાનોના મૃત્યુ નીપજ્યા હતા. ૩૭ જવાનોથી ભરેલી આ બસ અચાનક ખીણમાં ખાબકતા સાથે સાથે આ દુર્ઘટના બની હતી.

આ દુર્ઘટનામાં ઘાયલ જવ ને આંખો દેખી વાતો જણાવી હતી. આ બસમાં સવાર આઈટીબીપીના જવાન હેડ કોન્સ્ટેબલ ખેરનાર બાપુએ જણાવ્યું હતું કે, અમારી બસ સવારે 11:00 વાગે પહલગામ પાસે પહોંચી એમાં એક વળાંક પર બસ ડ્રાઇવર અચાનક બૂમ પાડી અને કહ્યું કે, બસની બ્રેક લાગતી નથી. બસની બ્રેક ફેલ થઈ ગઈ છે. જેવું કંઈ વિચારીએ કે તરત જ બસ ના ડ્રાઇવરે બસ નો કાબો ગુમાવ્યો. અને બસ 200 ફૂટ ઊંડી ખાણમાં ખાબકી. બસ જેવી ખાબકી કે મોટો ધડાકો થયો.

આ ધડાકા નો અવાજ સાંભળીને આજુબાજુના ઘણા લોકો મદદ દોડી આવ્યા હતા. અને લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું હતું. આમાં ખેરનાર બાપુને પણ પગમાં ઈજાવ થઈ હતી. ખેરનાર બાપુએ જણાવ્યું કે મેં મારી આજુબાજુ ઘણા જવાનો ને ત્યારે તડફડિયા મારતા જોયા હતા. ખેરનાર બાપુ જણાવે છે કે તે તેના પરિવારને જણાવવા માંગે છે કે તે સુરક્ષિત છે. આ દુર્ઘટના બાદ આઈટીબીપીના ડીઆઇજી રણબીરસિંહ તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાતે પહોંચી ગયા હતા.

તેમણે જણાવ્યું કે આ 37 જવાનો માંથી સાત જવાનો શહીદ થયા છે. અને 16 લોકોને ગંભીર ઈજા થઈ છે. તે લોકો શ્રીનગરની 92 બેસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. તે લોકોને સ્થિતિ હાલ નાજુક છે. તેમણે જણાવ્યું કે હાલ બસ ડ્રાઇવર બેભાન હાલતમાં છે. આ ઘટના સ્થળે 19 જેટલી એમ્યુલસ ને ખડે પગે કરી દેવામાં આવી હતી. ત્રણ કલાક બાદ લોકોને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી હતી.

જાણવા મળ્યું કે આ ઘટનામાં ઘાયલ જવાનોના માથામાંથી લોહી નીકળતું હતું. તો કેટલાક બેભાન હાલતમાં જોવા મળતા હતા. આમ આવી સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં તો બસની બ્રેક ફેલ થઈ હોય તેવુ જ ડીઆઈજી રણબીર સિંહે જણાવ્યું હતું. દુર્ઘટનામાં આઇટીબીપીના જવાનોની સાથે જમ્મુ કાશ્મીરના સ્થાનિક પોલીસના બે જવાનો પણ સામેલ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *