India

KBC ની હોટસીટ પર દિલ્હી નો આ યુવાન તેની સાથે ગર્લફ્રેન્ડ લઈને આવ્યો હતો. ત્યારે અમિતાભ બચ્ચને ન પૂછવાનું પૂછી લીધું..જુઓ વિડીયો.

Spread the love

હિન્દી સિનેમા જગતના મહાનાયક એવા અમિતાભ બચ્ચન હાલ તો તે મુવીમાં કોઈ કામ કરતા નથી. પરંતુ આખા ભારતમાં છતાં તેનું નામ મોખરે છે. કારણ કે કોન બનેગા કરોડપતિ હોસ્ટ કરવાવાળા અમિતાભ બચ્ચન લોકોના દિલોમાં રાજ કરે છે. હાલ કોન બનેગા કરોડપતિ શો ની 14 ની સિઝન ચાલી રહી છે. એવામાં એક પછી એક સુંદર પ્રમો સોની ટીવી ચેનલ દ્વારા બનાવીને મૂકવામાં આવતા હોય છે.

હાલ એક પ્રોમો ફરી બહાર આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન એક સ્પર્ધકની સાથે ગજબની મસ્તી કરે છે. આ મસ્તી મજાક નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઈ રહ્યો છે. અને લોક પણ અમિતાભ બચ્ચનના દિવાના થઈ ચૂક્યા છે. વધુ વિગતે વાત કરીએ તો દિલ્હીના રહેવાસી આયુષ ગર્ગ કોન બનેગા કરોડપતિ માં રમવા માટે હોટ સીટ પર આવે છે. આયુષ ગર્ગ ની વાત કરીએ તો તે આઈ આઈ એમ માંથી ગ્રેજ્યુએશન કરેલું છે. તે હોટ સીટ પર આવતાની સાથે જ અમિતાભ બચ્ચન તેની સાથે વાતચીતનો દોર શરૂ કરે છે.

અમિતાભ બચ્ચન પૂછે છે કે, તમે કોની સાથે અહીં આવ્યા? ત્યારે આયુષ ગર્ગ જણાવે છે કે, તે તેની ગર્લફ્રેન્ડ સાથે આયો છે. તેમની ગર્લફ્રેન્ડ નું નામ આરુષિ શર્મા હોય છે. મોટાભાગે આપણે કોન બનેગા કરોડપતિમાં જોઈ શકતા હોઈએ છીએ કે, સ્પર્ધકો તેની સાથે માતા-પિતા ભાઈ બહેન કે ગુરુને લઈને આવતા હોય છે. આયુષ ગર્ગ નામના સ્પર્ધક પોતાની સાથે ગર્લફ્રેન્ડ ને લઈને આવે છે. ત્યારે અમિતાભ બચ્ચન તેની મજાક ઉડાવતા કહે છે કે..જુઓ વિડીયો.

તમને આ સુંદર ગર્લફ્રેન્ડ કઈ રીતે મળી ? ત્યારે આયુષ જવાબ આપે છે કે, આ ગર્લફ્રેન્ડ તેને ડેટિંગ એપ દ્વારા મળી. ત્યારે અમિતાભ બચ્ચન પણ આ સાંભળીને ચકિત રહી જાય છે. તે કહે છે કે ડેટિંગ એપ પર મળી ! ત્યારે દર્શકો પણ જોરદાર હસવા લાગે છે. ત્યારે અમિતાભ બચ્ચન કહે છે કે એક વાત જણાવો કે તમે ડેટિંગ એપ ડેટિંગ કઈ રીતે કરી શકો? આમ આવો સવાલ પૂછીને અમિતાભ બચ્ચનને હાસ્યસ્પદ વાતાવરણ ઊભું કરી નાખ્યું હતું. લોકો આ વીડિયોને ખૂબ જ જોઈ રહ્યા છે. અને અમિતાભ બચ્ચન નો પ્રોમો જોઈને ખૂબ હસી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *