Gujarat

ખેરાલુ- 12-ફૂટ લાંબો અજગર જામફળ ના ઝાડ પર બેઠો હતો. ત્યારે લોકો એ કાઢવાની કોશિશ કરી પરંતુ જે થયું તે સાંભળી ધ્રુજી જશે..

Spread the love

આપણા ગુજરાતમાં ઘણો ખરો જંગલ વિસ્તાર આવેલો છે. અમુક છેવાડાના દક્ષિણાના જિલ્લાઓમાં ઘણા બધા ગામો એવા છે કે, જે જંગલ વિસ્તારમાં આવેલા છે. ત્યાં અનેક લોકો વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ત્યાં અનેક એવા ઝેરી જીવજંતુઓ, જંગલી પશુ, પ્રાણીઓ દસ્તક દેતા હોય છે. એવામાં હાલ ઉત્તરના જિલ્લા મહેસાણા ના એક ગામમાંથી 12 ફૂટ લાંબો અજગર દેખાયો હતો.

વધુ વિગતે જાણીએ તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં આવેલા એક જામફળના વૃક્ષ પર એક બાર ફૂટ લાંબો અજગર જોતા જ લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા અજગર અને સાપ નું રેસ્ક્યુ કરનાર મહેબુબ સિંધી નામના વ્યક્તિને બોલાવવામાં આવ્યો.

મહેબુબ સિંધી અને તેનો પુત્ર ડભોડા ગામે પહોંચ્યા હતા. ત્યારબાદ બંનેએ સાવચેતી રાખીને જામફળના ઝાડ પરથી 12 ફૂટ લાંબા અજગરને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ ગામના લોકોની મદદ થી આ અજગર ને કોથળામાં પુરવામાં આવ્યો હતો. અને અજગરને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. આ બાદ લોકોમાં થોડો ભયનો માહોલ ઓછો થયો હતો.

જાણવા મળ્યું કે ડભોડા ગામમાં આવો મોટો અજગર પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો. લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળતા લોકોમાંગભરાહટ નો ફરીનો માહોલ છવાઈ ગયો હતો. અને અજગરને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 12 ફૂટ લાંબા અજગરનું ભારે જહમત બાદ રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *