Gujarat

બે જુવાનજોધ ને કાળ ભરકી ગયો. ઘરે થી પિતાને ટિફિન દેવા મિત્ર સાથે નીકળેલ યુવાન નું મિત્ર સાથે રસ્તા પર જ તડપીતડપી ને..

Spread the love

ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો ઘરેથી નીકળે છે. પરંતુ ક્યારેક તેઓ ઘરે પાછા ફરી શકતા હોતા નથી. એવો જ એક અકસ્માત કામરેજ તાલુકાના નવી પારડી ગામ ખાતે થયો હતો. વધુ વિગતે જાણવા મળ્યું કે, કામરેજ તાલુકાના નવા પારડી ગામ ખાતે આવેલા 84 ફળિયામાં વસવાટ કરતા બળવંતભાઈ કાલિદાસ વસાવા કે જેવો પીપોદરા ખાતે આવેલા મત્સ્ય ઉદ્યોગમાં મજૂરી નું કામ કરે છે.

જાણવા મળ્યું કે બળવંતભાઈ વસાવા એ તેમની પત્નીને ઘરે ફોન કર્યો. અને કહ્યું કે આજે તે ઘરે જમવા આવી શકે તેમ નથી. કોઈની સાથે ટિફિન તે તેને પહોંચાડવા કહ્યું હતું. પત્નીએ તેના પુત્ર 21 વર્ષ પિયુષને કહ્યું અને પિતાને ટિફિન દઈ આવવા જણાવ્યું હતું. 21 વર્ષે પીયૂષે તેની બાજુમાં રહેતા તેના 16 વર્ષીય આ મિત્ર રાજેશ રામુ વસાવા સાથે પોતાની બાઇક નંબર જીજે 05 kt2429 પર પીપોદરા જવા નીકળ્યા હતા. આ દરમિયાન એક કાળમુખા ટ્રકે બંનેના અડફેટે લીધા હતા.

જાણવા મળ્યું કે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઇવે નંબર 48 પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નંબર આરજે 49 જીએ 1605 નંબર ના ટ્રકે પુરપાટ ઝડપે આવી અને બંને યુવકોને ગાડી સાથે અડફેટે લીધા હતા. આ અડફેટે એટલી ભયંકર હતી કે બંને યુવાનો ને ગંભીર ઈજા થઈ હતી. આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને ખોલવડીની દિનબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 21 વર્ષ ના પિયુષ નું મૃત્યુ નીપજી ગયું હતું.

જ્યારે 16 વર્ષીયા રાજેશ ને ગંભીર ઈજાઓ સાથે સુરતની કિરણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. પરંતુ 16 વર્શીય રાજેશ મૃત્યુ પામ્યો. આ બાબતે મૃતક પિયુષ ના પિતા બળવંતભાઈ વસાવા એ ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધાવી પોલીસને આ બાબતે જાણ કરી હતી. આમ એક કાળમુખા ટ્રકે બે યુવાનોને અડફેટ લેતા પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો હતો. ગુજરાતમાંથી આવા કિસ્સાઓ આપણી સમક્ષ રોજબરોજ આવતા હોય છે. અને લોકો મૃત્યુના ભેટતા હોય છે. લોકો અવારનવાર રસ્તાઓ પર ફુલ સ્પીડે વાહનો ચલાવતા હોય છે. અને તેને કોઈ અન્ય લોકો તેનો ભોગ બની જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *