India

આ પાકિસ્તાની કલાકારે રબાબ નામના વાદ્ય પર ભારત નું રાષ્ટ્રગીત વગાડી ભારત દેશવાસીઓ ને આઝાદીની શુભકામના પાઠવી..જુઓ વિડીયો.

Spread the love

વર્ષ 2022 માં ભારત ને આઝાદ થયા ના 75-વર્ષ પૂર્ણ થયા. ભારત દેશે આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે આખા દેશ માં હર ઘર તિરંગા કાર્યક્રમ દ્વારા આ મહોત્સવ ની શોભા વધારી હતી. આઝાદી જ કા અમૃત મહોત્સવ ના ભાગ રૂપે લોકો એ પોતપોતાના ઘર પર તિરંગો લહેરાવ્યો હતો. લોકો એ ધૂમધામ થી આ પર્વ ઉજવ્યો હતો. આ કાર્યક્રમ ની શુભકામના આપતા એક પાકિસ્તાની કલાકારે પણ રબાબ નામના વાદ્ય માં ભારત નું રાષ્ટ્ર ગીત વગાડ્યું હતું.

પાકિસ્તાનના એક કલાકારે ભારતનું રાષ્ટ્રગીત રબાબ નામના વાદ્ય માં વગાડવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકપ્રિય સિયાલ ખાન નામના વ્યક્તિ એ ભારત નું રાષ્ટ્રગીત પોતાના રબાબમાં સુંદર રીતે વગાડડ્યું. અને લોકોના દિલ જીતી લીધા. પાકિસ્તાનના સુંદર પહાડો ની વચ્ચે આ સંગીત સંગીત આંગળીઓના ટેરવા વડે જનગણ મનની ધૂન વગાડીને લોકોને અભિભૂત કરી દીધા. આ વિડીયો તેને પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કર્યો છે. અને કેપ્શન માં લખ્યું છે કે સરહદ પારના મારા દર્શકોને આ મારી ભેટ છે.. જુઓ વિડિયો.

સિયાલ ખાન કહે છે કે તેને પહેલા ભારત નું રાષ્ટ્રગીત ક્યારેય વગાડ્યું ન હતું. પરંતુ દર્શકોને અને ચાહકોની નમ્ર અપીલના કારણે તેને આ પ્રથમ વખત ગીત વગાડ્યું. અને તે માટે સફળ રહ્યો. રબાબ નામનું આ વાદ્યની વિશેષતા એ છે કે તે એક એક તાર વાળું વાદ્ય છે. આ વાદ્ય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ભારતના જમ્મુ કાશ્મીરમાં લોકો ખૂબ જ વગાડતા હોય છે.

આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને શિયાલ ખાનના ખૂબ વખાણ કરી રહ્યા છે. ભારતમાંથી લોકોએ અવનવી રીતે આઝાદીકા અમૃત મહોત્સવ નો કાર્યક્રમ ઉજવ્યો હતો. સરહદ પર આપણા સૈનિકો અને પાડોશી દેશ પાકિસ્તાન વાળા સૈનિકોએ એકબીજાને મીઠાઈઓ આપીને આ પર્વની ઉજવણી કરી હતી. સાથોસાથે એકબીજાના શુભકામનાઓ પણ પાઠવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *