India

આ તે કેવું ! 5000-કરોડ ની સંપત્તિ માત્ર નામની જ. આમા સેફઅલીખાન કે તેના બાળકો નો કોઈ હક-દાવો નથી. કારણ કે..

Spread the love

સેફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ખાન પોતાના પર્સનલ જીવનને લઈને કોઈને કોઈ બાબતે સોશિયલ મીડિયાની હેડલાઈન બનાવતા જ રહે છે. હાલ સૈફ અલી ખાન વિશે એક હચ મચાવતી વિગતો જાણવા મળે છે. સેફલી ખાન પોતે 5,000 કરોડની સંપત્તિ ધરાવે છે. પરંતુ તેમાંથી તેનો અથવા તો તેના પરિવારના બાળકોનો કોઈ જ હક પુરવાર થતો નથી. તેનું કારણ જાણીને તમે પણ ચોકી ઉઠશો. સેફલીખાનના પરિવારની વાત કરવામાં આવે તો સેફઅલીખાને 21 વર્ષની ઉંમરે તેનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.

અમૃતા સિંહ અને સેફઅલી ખાનને બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહીમ ખાન છે. પરંતુ સેફલીખાને અમૃતા સિંહ ને ડિવોર્સ આપીને અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા. તો કરીના કપૂર અને સૈફ અલી ખાનને જહાંગીર અને તૈમુર નામના બે બાળકો છે. આમ સેફ અલી ખાન ને ચાર બાળકો છે. સૈફ અલી ખાન હાલમાં પાંચ હજાર કરોડની સંપત્તિ ધરાવે છે. પરંતુ તેમાં તેનો અથવા તો તેના પરિવારનો કોઈ હક દાવો રહેતો નથી. સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે…

સેફ અલી ખાનનો પટૌડી મહેલ જે હરિયાણામાં આવેલો છે. આ સિવાયની બાકી બધી જ સંપત્તિ ભોપાલમાં આવેલી છે જાણવા મળ્યું કે સેફ અલી ખાનને આ બધી સંપત્તિ તેના પિતા મનસુર અલી ખાન પાસેથી વિરાસતમાં મળી હતી. સેફઅલી ખાન પટોડી ખાનદાનના દસમા નવાબ છે. જે હાલ 52 વર્ષના છે. શા માટે તે અને તેના પરિવારનો તેની 5000 કરોડની પ્રોપર્ટીમાં કોઈ હક રહેતો નથી. તેનું કારણ એવું છે કે સેફઅલી ખાનની આ તમામ સંપત્તિ કાયદાકીય દાવપેચમાં ફસાઈ ગઈ છે. એટલે કે સૈફ અલી ખાનની આ તમામ સંપત્તિ એનિમી ડીસ્પ્યુટ એક્ટ નીચે આવે છે. અને આ એક્ટ મુજબ આ સંપતિ પર કોઈ વ્યક્તિ અધિકાર જમાવી શકતું નથી.

વધુ જાણકારી મળી કે જો સેફઅલી ખાનના બાળકોને આ 5,000 ની કરોડ સંપત્તિ પર હક જમાવવો હોય તો પહેલા તેને હાઇકોર્ટમાં જવું પડશે. ત્યારબાદ જો હાઇકોર્ટ માં જીત ન મળે તો સુપ્રીમ કોર્ટમાં છતાં કઈ ન થાય તો રાષ્ટ્રપતિ પાસે જવું પડે છે. વધુ વિગતે જાણવા મળ્યું કે સેફઅલી ખાનના પર દાદા હમીદુલ્લા ખાન કે જે બ્રિટિશ શાસનકાળ દરમિયાન નવાબ હતા.

તેને સંપત્તિનો ક્યારેય વસિયતનામું જ બનાવ્યું નથી. એટલા માટે આ સંપત્તિ પર કોઈનો હક દાવો સાબિત થતો નથી. જો કોઈ દાવો કરે તો તો તેમના પાકિસ્તાનમાં રહેતા બીજા પરિવારના સભ્યો પણ વાંધો ઉઠાવી શકે છે. આટલા માટે સૈફ અલી ખાન આ 5000 કરોડની સંપત્તિ પર કોઈ હક દાવો રહી શકતો નથી. જો તે ઈચ્છે તો પણ કાયદાકીય બાબતોમાં ફસાઈ શકે તેમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *