EntertainmentGujarat

‘ડાયરા સમ્રાટ’ કિર્તીદાન ગઢવીએ દુબઈમાં ગુજરાતનો વટ પાડી દીધો ! કમો પણ જોવા મળ્યો સાથે..જુઓ તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ ખાસ તસવીરો

Spread the love

ગુજરાત રાજ્ય એટલે મહાન લોકોની જન્મભૂમ તથા તમામ એવા મહાન લોકોની કર્મભૂમિ. ગાંધીજીથી લઈને આપણા દેશના મહાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આપણા ગુજરાત રાજ્યના જ છે.કહેવામાં આવે છે કે ગુજરાત રાજ્યના લોકો વ્યાપારમાં વધારે રસ ધરાવતા હોય છે એવામાં આ વાતને યાદ કરતા આપણને સ્વ.ધીરુભાઈ અંબાણીની યાદ આવે છે જેમના સુપુત્ર મુકેશભાઈ અંબાણી એક મોટા બિઝનેસમેન બની ગયા છે અને વિશ્વના અમીરોમાં પોતાનું સ્થાન ધરાવે છે.

સંગીત જગત તથા રમત-જગતમાં પણ આપણા ગુજરાત રાજ્યનું સારું એવું નામ બોલાય છે. એવામાં ગુજરાત સંગીત તથા ડાયરા વિશે વાત કરવામાં આવે તો વિદેશમાં પણ આવા સંગીતની માંગ છે. આપણા ગરબાએ તો નહીં નહીં તો આખા વિશ્વની અંદર આપણું નામ રોશન કર્યું છે. એવામાં ગુજરાતી ગાયકોમાં વાત કરીએ તો કિર્તીદાન ગઢવી, ગીતાબાને રબારી.કિંજલ દવે જેવા અનેક ગાયકોના નામ આપણા મનમાં આવે છે જેણે ગુજરાતી સંગીત ઉપર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

એવામાં હાલના સમયમાં ગીતાબેન રબારી ઈંગ્લેન્ડમાં પોતાના ગીતોથી ધૂમ મચાવી રહ્યા છે તો કિર્તીદાન ગઢવી દુબઇમાં પોતાનો પ્રોગ્રામ કર્યો હતો જેની અનેક એવી તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે. ખરેખર આપણા ગુજરાતી ગીતો તથા આવા ડાયરાની માંગ વિદેશમાં પણ એટલી જ વધારે છે જેટલી આપણા ગુજરાત રાજ્યની અંદર.

તમને આમ તો ખબર જ હશે કે કિર્તીદાન ગઢવી કમા સાથે દુબઈમાં ડાયરાના પ્રોગ્રામ માટે ગયા હતા. જ્યા તેઓના આ ખાસ ડાયરામાં અનેક લોકો તેમના ગીતો સાંભળવાની સાથો સાથ તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા.આ અંગેની અનેકે એવી તસવીરો તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા શેર કરી હતી જે લોકોને તો ખુબ વધારે પસંદ આવી રહી છે સાથો સાથ લોકોમાં એટલી બધી શેર પણ થઇ રહી છે.

કિર્તીદાન ગઢવીએ શેર કરેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો તેમના આ કાર્યક્રમની અંદર હાજર રહયા હતા તથા આગળની અમુક તસ્વીરોમાં એમ પણ જોઈ શકાય છે કે કિર્તીદાન ગઢવી પોતાના સુરની રમઝટ બોલાવી રહ્યા છે જેના પર કમો પણ નાચતો જોવા મળી રહ્યો છે. આવી અનેક તસવીરો ફેસબુક દ્વારા ખુબ વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *