EntertainmentIndia

ત્રણ-ચાર જણાની જગ્યામાં આ યુવકે એક જ સ્કૂટી પર સમાડી દીધા આટલા બધા બાળકો ! રીક્ષા પણ પાછી પડે, વિડીયો જોઈ ગણી બતાવો કેટલા છે?

Spread the love

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં પેટ્રોલના ભાવ આસમાનને અડી ગયા છે, એવામાં અનેક એવા લોકો છે જે પેટ્રોલના ભાવના મારથી પોતાના પાસે ગાડી હોવા છતાં બસ અથવા તો ચાલીને મુસાફરી કરતા હોય છે.જયારે અમુક લોકો એવા પણ હોય છે જે કોઈને કોઈ જુગાડ લગાવીને કાંઈક અનોખો જ કરિશ્મો કરી નાખતા હોય છે, એવામાં હાલ આવો જ એક વિડીયો ટ્વીટરના માધ્યમથી સામે આવ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે.

સૌથી વધારે જો કોઈ જુગાડ થતા હોય તો તે આપણા ભારત દેશની અંદર છે, આવા અનોખા જુગાડ સોશિયલ મીડિયા પર પણ જયારે સામે આવે છે ત્યારે લોકોના પણ હોશ જ ઉડી જાય છે. આવા જુગાડ આપણા ભારતીય લોકો જ ફક્ત બતાવી શકે છે, આવા જુગાડ આપણા ભારતીય લોકોની બુદ્ધિ બતાવે છે કે આપણા દેશના લોકો કેટલા સ્માર્ટ હશે. એવામાં હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ આશ્ચર્યમાં જ મુકશો.

વાયરલ થઇ રહેલો આ વિડીયો એક રસ્તાનો છે જેમાં એક સ્કૂટી ચાલક પોતાની એક જ સ્કૂટી પર એક સાથે એટલા બધા બાળકોને બેસાડી દે છે કે આપણને ગણવામાં પણ મુશ્કેલી પડે છે.સોશિયલ મીડિયા યુઝરો માટે તો આ સ્કૂટી પર બેઠેલા કેટલા બાળકો છે તે ગણવામાં પણ ખુબ મુશ્કેલી પડી રહી છે. ફક્ત 9 સેકેંડના આ વીડિયોમાં કેટલા લોકો બેઠેલા છે તે અંગેનો તો ખરો ખ્યાલ નહીં આવતો પરંતુ જોતા લાગી રહ્યું છે કે આ સ્કૂટી પર 7-8 લોકો બેઠેલી છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયોને ટ્વીટરના માધ્યમથી શેર કરવામાં આવ્યો હતો જે આઇશા નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, ફક્ત સેકેન્ડોનો આ વિડીયોને જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરો ચોકી જ ગયા હતા કે લોકો ત્રણ જણાની જગ્યામાં આટલા બધા લોકોને પણ બેસાડી શકે છે, ખરેખર આવો વિડીયો સોશિયલ મીડિયા પર આની પેહલા તમે નહીં જોયો હોઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *