દીપિકા કક્કર ને ઠેસ વાગતા એક યુવાને તેને સહારો આપ્યો પરંતુ અભિનેત્રી એ તેને આંગળી બતાવી ચાલતી પકડવા કહ્યું,,જુઓ વિડીયો.
અભિનેત્રી દીપિકા કક્કડ 24 નવેમ્બર ની મોડી સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં તેના પતિ સોયબ ઈબ્રાહિમને દાદા સાહેબ ફાળકે આઇકોનિક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવવાના હતા. આ કાર્યક્રમનો એક વિડીયો હાલ સામે આવ્યો છે. જેમાં અભિનેત્રી દીપિકા કક્કરને અચાનક પગે ઠોકર વાગતા બાજુમાંથી નીકળતો એક યુવાન તેને સંભાળવાનો પ્રયત્ન કરે છે પરંતુ અભિનેત્રી એ તેના ઉપર ગુસ્સો કર્યો હતો.
સસુરાલ સિમરકા ટીવી સિરિયલમાં જોવા મળેલી અભિનેત્રી દીપીકા મોબાઈલ જોઈને ચાલી રહી હતી. આ દરમિયાન તેને અચાનક પગે ઠોકર વાગે છે અને તે પડી જવા ઉપર હોય છે. તો બાજુમાંથી ચાલી રહેલો યુવાને તેનો હાથ લંબાવ્યો જેના બાદ દીપિકા કક્કરને આ યુવાનની હરકત ન ગમી આથી તેને તેની સામે ગુસ્સાથી જોયો અને તેને સ્પર્શ કરવાની પણ ના પાડી હતી. અને તેને તે વ્યક્તિને આંગળી બતાવીને આગળ જવા કહ્યું હતું.
અને દીપિકા કક્કર નો આ વિડીયો જોઈને સોશિયલ મીડિયાના યુઝરસો પણ ગુસ્સે થઈ રહ્યા છે અને અભિનેત્રીની ખૂબ ટીકા કરવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે શોએબ અને દીપિકા કક્કર ફેમસ સીરિયલ ‘સસુરાલ સિમર કા’માં સાથે જોવા મળ્યા હતા. બાદમાં વર્ષ 2018માં બંનેએ લગ્ન કરી લીધા હતા. દીપિકા બિગ બોસ 12 માં પણ જોવા મળી હતી અને તે આ સિઝનની વિજેતા હતી.
દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમે કોરોના સમયગાળા દરમિયાન તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. બંનેના વ્લોગ વાયરલ થાય છે. આમ અભિનેત્રી ના આ વિડીયો પણ સોશિયલ મીડિયા ના યૂઝર્સો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અભિનેત્રી પ્રત્યે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!