મતદાન જાગૃતિ માટે સમુહલગ્ન માં કરવામાં આવી અનોખી પહેલ ! દંપતીઓ એ હાથ માં બેનરો લીધા અને,,જુઓ તસવીરો.
આપણા ગુજરાતમાં થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ગુજરાત રાજ્યમાં બે સેશનમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં જઈ રહી છે. એવામાં સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલી ડિસેમ્બરના રોજ યોજાવવાની છે. તેવામાં દિલ્હીના નેતાઓના આટા ફેરા ગુજરાતમાં થવા લાગ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની સાથો સાથ લગ્નની સિઝન પણ ખૂબ જ ધૂમધામ થી ચાલી રહી છે.
એટલા બધા લગ્ન થઈ રહ્યા છે કે લોકો પણ મૂંઝવણ મુકાઈ ગયા છે કે ક્યાં જવું અને ક્યાં ન જવું. એવામાં રાજકોટ જિલ્લામાં હાલમાં ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા આઠ દંપતિઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમુહ લગ્નમાં ખાસ કરીને લોકોને મતદાન જાગૃતિ આવે તે માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. લગ્ન આયોજક દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે જેટલું મહત્વ લગ્ન માં કન્યાદાન નું છે તેટલું જ મહત્વ લોકશાહીના પર્વમાં મતદાન નું છે.
આઠ દંપતીઓના કેટલાક ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. જેમાં જોવા મળે છે કે દંપતિઓના હાથમાં એક બેનર રાખેલું છે જેમાં લખેલું છે કે હા હું મતદાન કરીશ અને યશ આઈ વિલ વોટ. આમ આવા બેનરો રાખીને દંપતિઓએ પણ સામાન્ય જનતાને મતદાન કરવા વિશે જણાવી રહ્યા હતા. આમ લગ્ન પ્રસંગ થકી લોકોમાં મતદાન જાગૃતિ ફેલાઈ તે હેતુ લગ્ન આયોજકો નો હતો.
હાલમાં ગુજરાતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સરકાર અને આમ આદમી પાર્ટી ના અમુક મોટા મોટા નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર માટે આવી રહ્યો છે અને ગુજરાત ઉપર રાજ કરવા માટે અનેક જગ્યાઓ પર રેલીઓનું આયોજન કરી રહ્યા છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે કયો પક્ષ વિજેતા બને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!