દિલ્હી ના CM અરવિંદ કેજરીવાલે ભાવનગર ના યુવરાજ સાથે કરી મુલાકાત ! શું અરવિંદ કેજરીવાલ ગુજરાત જીતશે?? જુઓ વિડીયો.
હાલ ગુજરાતમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોય ગુજરાતમાં બધી જ પાર્ટીઓ સક્રિય થવા લાગી છે. એવામાં આ વખતે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ એવા અરવિંદ કેજરીવાલ ગુજરાતને કબજામાં કરવા પોતાનું એડી ચોડી નું જોર લગાવી દીધેલું છે. એક પછી એક જિલ્લાની મુલાકાત લઇ રહ્યા છે. અને ખૂબ મોટી જાહેરાતો કરી રહ્યા છે. એવામાં હાલ ગુજરાતમાં રાજકારણ ખૂબ જ ગરમાયેલ જોવા મળે છે.
ગુજરાત થી દિલ્હી સુધીના ભાજપના નેતાઓમાં ખળભળાટ શરૂ થઈ ગયેલો છે. એવામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાં આવી પહોંચ્યા હતા. ભાવનગર શહેરમાં આવતા અરવિંદ કેજરી વાલે ભાવનગરના હાલના યુવરાજ એવા જયવિરરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બંને વચ્ચે 15 થી 20 મિનિટ સુધી ચાલી હતી. ચૂંટણી નજીક આવી રહી હોય અરવિંદ કેજરીવાલ ભાજપ ને પાણી પાણી કરી રહ્યા છે. જુઓ વિડીયો.
અરવિંદ કેજરીવાલ એ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કર્યા બાદ તે ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે યુવાનો સાથે શિક્ષણ અને રોજગાર લક્ષી કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ એ યુવાનના સાથે સંવાદ કર્યો હતો અને યુવાનોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી. સાથો સાથ અનેક જાહેરાતો પણ કરી હતી. આ મેઘાણી ઓડિટોરિયમ માં અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે યુવરાજસિંહ જાડેજા સહિતના આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલનું આગમન થતાં જ મેઘાણી ઓડિટોરિયમ હોલ ગુંજી ઉઠ્યો હતો. આ સાથે જ આમ આદમી પાર્ટીએ અમદાવાદ ખાતેથી એક જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર જો બને તો માત્ર એક જ મહિનામાં નિરાકરણ લાવશે. સાથોસાથ ભાજપ દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી એવા મનીષ સિસોદિયા ને અનેક ઓફરો કરી હોવાના દાવાઓ પણ જોવા મળે છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે જરૂર પડે તે ભાજપના નેતા નું કોલ રેકોર્ડિંગ પણ રિલીઝ કરશે.
કારણ કે હાલમાં મનીષ સિસોદિયા સીબીઆઇ અને ઇડીની રેડ ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ જણાવ્યું કે આ દિલ્હીમાં રાજ કરી રહેલી આમ આદમી પાર્ટીને તોડવાનો ભાજપ સરકારનો એક પ્રયાસ છે. પરંતુ તે લોકો તેમાં સફળ નહીં થાય. કારણ કે મનિશ સિસોદિયાએ જણાવ્યું હતું કે તેને ઓફર કરવામાં આવેલી છે. કે જો તે ભાજપમાં જોડાઈ તો તેના ઉપર ચાલતા સીબીઆઇ અને ઈડીના તમામ કેસ બંધ થઈ જશો.
આ ઓફરને લઈને મનીષ સિસોદિયાએ કહ્યું કે હું મહારાણા પ્રતાપનો વંશ જ છું. હું રાજપૂત છું. હું મારું માથું કાપી નાખીશ. પણ ભ્રષ્ટાચારીઓ સામે સુકીશ નહીં. અને કહ્યું કે મારા સામેના કેસો તમામ ખોટા છે. આમ અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતમાં પોતાના એક પછી એક કાર્યક્રમમાં યોજી રહ્યા છે. અને ભાજપને હચમચાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!