India

બહેને કહ્યું આ હત્યા નું એક ષડયંત્ર ! BJP નેતા અને ટિક્ટોક સ્ટાર ‘સોનાલી ફોગાટ’ ના મોત માં મોટો વળાંક..જાણો શું કરી વાત.

Spread the love

હાલમાં એક સમાચાર એ ખૂબ જ ચોર પકડેલું છે. તે એ છે કે હરિયાણામાં આવેલ ભાજપની નેતા સોનાલી ફોગાટ કે જેનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થઈ ગયેલું છે. પ્રાથમિક તપાસમાં તો જણાવવામાં આવ્યું કે આ મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયેલું છે. પરંતુ તેના પરિવારના લોકોને શંકા છે કે તેની હત્યા કરી દેવામાં આવેલી છે. સોનાલી ફોગાટ નો જન્મ 21 સપ્ટેમ્બર 1979 ના રોજ હરિયાણાના ફતેહાબાદ ખાતે થયો હતો. તેણે 2006માં હિસ્સાર દૂરદર્શનમાં એન્કરિંગ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

ત્યારબાદ 2008માં તે ભાજપમાં જોડાય. 2016 માં તેના પતિ સંજય નું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ તે ખૂબ જ ભાંગી પડી હતી. સોનાલી ફોગાટ બિગ બોસ સિઝન 14માં પ્રતિસ્પર્ધી તરીકે જોવા મળી હતી. સોનાલી ફોગાટને એક પુત્રી છે. સોનાલી ફોગટે ઘણી નાના પડદાની સિરીયલોમાં કામ કરેલું છે. સોનાલી ફોગટ વર્ષ 2019 માં હરિયાણાના આદમપુરથી ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડી હતી. તેની સામે આદમપુરથી કુલદીપ બિસ્મોઈ પ્રતિસ્પર્ધી હતા. જેમાં સોનાલી ફોગાટ નો પરાજય થયો હતો.

હાલમાં જ બંને એ સોનાલીના ઘરે જ મુલાકાત કરી હતી. સોનાલીના મૃત્યુ બાદ તેની બહેન રૂપેશનું કહ્યું છે કે મા સાથે ફોનમાં વાત થઈ હતી. ત્યારે તે તેની માને જણાવતી હતી કે ખાવામાં કંઈક ગરબડ લાગે છે. સોનાલી એમ પણ કહ્યું હતું કે ખોરાકમાં કંઈક ભેળસેળ હોય તેવું લાગી રહ્યું છે. જેની અસર તેના શરીર પર પણ થઈ રહી છે. આટલી વાત સોનાલીએ તેની મા સાથે સોમવારે કરી હતી. અને સવારે તો તેના હાર્ટ એટેકના મૃત્યુના સમાચાર પણ આવ્યા હતા.

જ્યારે સોનાલીએ જ્યારે તેની બહેન રૂપેશ સાથે વાત કરી ત્યારે તે તેના ફાર્મ હાઉસ પર હતી. ત્યારબાદ એક દિવસ બાદ તેની મા સાથે વાત કરતા તેને ખોરાકમાં કંઈ ભેળસેળ હોય તેવું જણાવ્યું હતું. બહેનના મૃત્યુના લઈને રૂપેશે આ કેસમાં સીબીઆઈ ની તપાસની માંગ કરી છે. પરિવારને શંકા છે કે સોનાલીનું મૃત્યુ એક ષડયંત્ર હોઈ શકે છે. સોનાલીના મૃત્યુની જાણ ભાઈ વતન ઢાંકા ને અને પરિવારના સભ્યોને થતા તમામ લોકો ગોવા જવા નીકળ્યા હતા.

સોનાલી 22 થી 25 ઓગસ્ટ સુધી ગોવાની ટૂર પર હતી. તે તેના મિત્રો સાથે ત્યાં ટૂર પર ગઈ હતી. વધુમાં જાણવા મળ્યું કે સોનાલી ફોગાટે મૃત્યુના 13 કલાક અગાઉ 22 ઓગસ્ટની રાત્રે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર છેલ્લું ડીપી અપલોડ કર્યું હતું. સાથે સાથે facebook એકાઉન્ટ પર ફોટો અપલોડ કરીને કેપ્શન માં લખ્યું હતું કે, દબંગ લેડી આમ પરિવારના જણાવ્યા અનુસાર આ એક ષડયંત્ર હોઈ શકે છે. હવે આગળ તો પોલીસ તપાસ થાય ત્યારે જ ખ્યાલ આવે ખરેખર સોનાલી નું હાર્ટ એટેકના કારણે જ મૃત્યુ થયું છે કે પછી કોઈ ષડયંત્ર કરવામાં આવેલું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *