India

દિલ્હી- વરસાદ ના કારણે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તા પર તારાજી ના ભયંકર દ્રશ્યો સર્જાયા…જુઓ વિડીયો.

Spread the love

દેશ માં હાલ વરસાદી માહોલ ફૂલ જામી ચુકેલો છે. એવામાં ઠેર ઠેર રસ્તાઓ માં ખાડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. તો કેટલાય ઘરો માં પાણી ઘુસી ગયા છે. ક્યાંક ક્યાંક રસ્તા પર મોટા મોટા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. ભારત અને આખા ગુજરાત માં વરસાદી માહોલ થી લોકો નું જીવન અસ્તવ્યસ્ત થઇ ચૂક્યું છે. વૃક્ષ પડવાની એક ભયંકર ઘટના રાજધાની દિલ્હી થી સામે આવી છે.

દિલ્હી ના નહેરુ પ્લેસ પાસે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. દિલ્હી ના આઉટર રિંગ રોડ પર પમ્પોશ એન્કલેવ ની સામે એકે મોટું વૃક્ષ વરસાદ થી ધરાશાયી થવાની ભયન્કર ઘટના બની હતી. દિલ્હી માં પણ ઠેર ઠેર વરસાદી પાણી નો ભરાવો જોવા મળે છે. એમાં આ વૃક્ષ ધરાશાય થવાના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયું હતું.

આ વૃક્ષ પાડવાની સાથે વૃક્ષ ની નીચે છ કાર અને એક મોટરસાયકલ ફસાય ગયા હતા. સદ્ભાગ્યે આ ઘટના માં કોઈ જાનહાની ના સમાચાર સામે આવ્યા ન હતા. મુનિરાકા થી નહેરુ પ્લેસ તરફ આવવાના રસ્તા પર ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. થોડા સમય માટે ટ્રાફિક ને ડાયવર્જન આપવું પડ્યું હતું. એક કાર ચાલક પોતાની કાર લઇ ને જતો હતો. અને તેની કાર માં તેના મલિક બેસેલા હતા. જુઓ વિડીયો.

જયારે ધડામ કરતા વૃક્ષ પડ્યું તો કાર ચાલકે ફટાફટ કાર ને બ્રેક લગાવી ઉભી રાખી દીધી હતી. અને તેની પાછળ ની સીટ પર બેસેલા તેના બોસ ને જોયા તો તે તેની સીટ નીચે ડરેલી હાલત માં જોવા મળ્યા. સદ્ભાગ્યે તેને કંઈક થયું ના હતું. વધુ માં જાણવા મળ્યું કે, તેની કાર પર વૃક્ષો ની ઘણી બધી ડાળીઓ આવી ગઈ હતી. કાર ની બહાર કાંચ માંથી કઈ દેખાતું ન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *