દહેજ માં BMW કાર આપી છતાં સાસરિયા વાળા સંતુષ્ટ ન થયા આખરે આ મહિલા એ એવું કર્યું કે…
ભારત માંથી અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવતા રહે છે. એવામાં ફરી એક હચમચાવતો કિસ્સો આપઘાત નો સામે આવ્યો છે. આ કિસ્સો જાણી ને ચોંકી ઊઠશો. કારણ કે, આપઘાત કરવાનું મુખ્ય કારણ દહેજ નો પ્રશ્ન હતું. વધુ વિગતે જાણવા મળ્યું કે, મહારાષ્ટ્ર ના પુણે માં રહેતી પરિણીત મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. બાદ માં દહેજ બાબતે બધા લોકો ને જાણવા મળ્યું હતું.
વધુમાં જાણવા મળ્યું કે, મૃતક પ્રિયંકા ના લગ્ન બાદ તેને દહેજ માં ઘરેણાં સાથે BMW કાર પણ આપવામાં આવી હતી. મૃતક પ્રિયંકા ના માતા પુણે વિસ્તાર માં આવેલ પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભારતીય જનતા પાર્ટી ના કાઉન્સિલર છે. જયારે મૃતક ના સાસુ વૈજયંતી ઉમરગીકર આલંદી મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રમુખ છે.
મૃતક પ્રિયંકા ના પિતા એક વેપારી છે. પ્રિયંકા ની લાશ દોરડું બાંધેલી હાલત માં મળી હતી. પોલીસે આલંદી વિસ્તાર માં પહોંચી ને લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પ્રિયંકા ના મૃત્યુ બાદ તેનું એક કોલ રોકોર્ડિંગ સામે આવ્યું હતું. જેમાં પ્રિયંકા તેના પિતા ને કહેતી હતી કે, તેના સાસરિયા વાળા તેની પાસે થી ફર્નિચર લેવા માટે પૈસા ની માંગણી કરી રહ્યા છે.
આ સાથે જ પ્રિયંકા ના પરિવાર ના લોકો એ પ્રિયંકા ના સાસરિયા વિરુદ્ધ દહેજ મૃત્યુ બાબતે ગુનો નોંધાવ્યો હતો. પરિવાર ના લોકો એ સાસરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગણી કરી હતી. પ્રિયંકા પાસે તેના સાસરિયા ના લોકો દ્વારા અલગ અલગ રીતે વસ્તુઓ ખરીદવા માટે પૈસા ની માંગણી કરવામાં આવી રહી હતી. આ બાબત ની પ્રિયંકા આખરે 10-જૂન ના રોજ આત્મહત્યા કરી લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!