Gujarat

6-દિવસ વીત્યા છતાં પોલીસ પકડ થી દૂર દેવાયત ખવડ ના વકીલે રાજકોટ સેશન્સ કોર્ટ મા કરી મહત્વ ની અરજી કે,,

Spread the love

લોક સાહિત્યકાર દેવાયત ખવડ આજે સમાચારોમાં ખૂબ છવાયેલા જોવા મળે છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડે સાત ડિસેમ્બરના રોજ રાજકોટના સર્વેશ્વર ચોકમાં રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના બે સાગરીતો દ્વારા આ ગુનો કરવામાં આવ્યો હતો. ઘટનાના છ દિવસ વીતી ગયા છતાં દેવાયત ખવડ પોલીસ પકડથી બહાર છે.

પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને દેવાયત ખવડના રાજકોટના ઘર અને તેમના મૂળ વતન દુધઈ ગામમાં આંટાફેરા મારવામાં આવે છે. છતાં દેવાયત ખવડ જાણે કે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી રીતે પોલીસ પકડતી દૂર છે. હાલમાં જાણવા મળ્યું કે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન બાબતે અરજી કરી છે. દેવાયત ખવડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. પરંતુ લોક સાહિત્યકાર દેવાયત ખવડ હજુ પોલીસના શકંજા માં આવી શક્યા નથી. જાણવા મળ્યું કે દેવાયત ખવડે તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે. જાણવા મળ્યું કે દેવાયત ખવડ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. આથી દેવાયત ખવડ ના પકડમાં પણ ઢીલાશ રાખવામાં આવી હોય તેવા સમાચારો ફરતા રહે છે.

દિવ્યભાસ્કરની ટીમના અહેવાલ મુજબ દેવાયત ખવડના વકીલે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતર જામીન બાબતે અરજી કર્યા ના અહેવાલો સામે આવ્યા હતા. આમ દેવાયત ખવડ બાબતે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ બાબતે ઘાયલ યુવક મયુર સિંહ રાણાએ આખી ઘટનાની જાણકારી આપી હતી અને તેને કહ્યું હતું કે અગાઉના બાબતોની દાજ રાખી દેવાયત ખવડે તેના ઉપર હુમલો કર્યો હતો. આમ આખી ઘટના સામે આવેલ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *