India

ધ્રુજાવતો વિડીયો ! પ્રદર્શન માં રાખેલ રોકેટ ઉડાન ભરે તે પહેલા થયો જોરદાર નો ધમાકો 8-વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે,,જુઓ વિડીયો.

Spread the love

ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાંથી એક હચ મચાવતી ઘટના સામે આવી છે. જેમાં ઘાટશીલા કોલેજ ના પેટા વિભાગમાં સ્થિત કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક રોકેટ માં વિસ્ફોટ થતાં આઠ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. વધુ વિગતે વાત કરીએ તો ઘાટસીલા કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન દરમિયાન ઇન્ટર ફિઝિક્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એક રોકેટ બનાવવામાં આવ્યું હતું.

રોકેટ બનાવવામાં કેટલીક ટેકનીકલ ખામી રહી ગઈ હતી. જેના કારણે રોકેટ જમીન પર જ ફાટી ગયું હતું અને આસપાસ ઉભા રહેલા ઘણા બધા વિદ્યાર્થીઓને ઝપેટમાં લઈ લીધા હતા. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન માટે રોકેટનું એક મોડલ બનાવ્યું હતું. પહેલા સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને પ્રદર્શનમાં રાખવામાં આવ્યું હતું.

પરંતુ થયું એવું કે રોકેટ જ્યારે ઉડાન ભરવાના તબક્કામાં હતું ત્યારે ખુલ્લી જગ્યામાં અચાનક જમીન પર રોકેટ ફાટી ગયું અને કેટલાક બાળકો ચપેટમાં આવી ગયા હતા. આ રોકેટની વાત કરવામાં આવે તો તેમાં પોટેશિયમ, નાઈટ્રેટ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની તમામ સામગ્રી પીવીસી થી બનાવવામાં આવી હતી. તેનું વજન લગભગ બે કિલો જેટલું હતું.

આસપાસ ઉભેલા ઈજાગ્રસ્તોમાં વિદ્યાર્થીઓમાં સૌરભ, રાહુલ, સુનિલ, અમનકુમાર, આરતી, સદિપ શાહ, અભી અખ્તર અને કુસુમ પરવીન નો સમાવેશ થાય છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિકના ધોરણે તે લોકોને ઈલાજ શરૂ કરવામાં આવી હતી. રોકેટ વિસ્ફોટ નો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *