Gujarat

આજકાલ ના યુવાનો નો ક્રેઝ વરઘોડો લઇ જવો તો બગી મા ! પરંતુ બગી ના ભાવ આસમાને અડેલા છે એક બગી માટે,,

Spread the love

હાલમાં ગુજરાતમાં લગ્નનો માહોલ ખૂબ જોરશોર થી ચાલી રહ્યો છે. લોકો લગ્ન કરવામાં ખૂબ વ્યસ્ત થઈ ચૂક્યા છે. એટલા બધા લગ્ન થાય છે કે લોકો ત્રણ ચાર મહિના અગાઉ લગ્નના દિવસે પહેરવાના શેરવાની, કપડા, ડીજે, પાર્ટી પ્લોટ અને બગી વગેરે બુક કરાવી દેતા હોય છે. કારણ કે લગ્નના અંતિમ દિવસોમાં આ મળવું ખૂબ જ મુશ્કેલ થઈ પડતું હોય છે.

આજકાલ યુવાનોમાં એક અનોખો ક્રેઝ ચાલ્યો છે. જુના જમાનામાં જ્યારે લગ્ન થતાં ત્યારે ઘોડાગાડી અથવા તો બગી ઉપર અથવા તો બળદગાડા ઉપર વરઘોડો લગ્ન મંડપ સુધી લઈ જવામાં આવતો હતો. પરંતુ હાલના સમયમાં યુવાનો પોતાનો વરઘોડો બગી ઉપર લઈ જતા હોય છે અને બગી નો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે પરિવારના સભ્યો અવનવી રીતે પોતાની મનપસંદ વસ્તુઓ પસંદ કરતા હોય છે.

હાલમાં અમે તમને વરઘોડામાં ઉપયોગમાં લેવામાં આવતી બગી અને તેના ભાવ વિશે જણાવીશું. ગોધરામાં રહેતા અને છેલ્લા 20 વર્ષથી બગીના વેપાર સાથે સંકળાયેલા ગુલાબભાઈ ની તેમની ત્રીજી પેઢી છે કે જે બગીનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. આક્રમભાઈ બગીવાળા ના નામથી ગોધરામાં બગીનો વેપાર કરતા આ વ્યક્તિ પ્રખ્યાત છે. લગ્ન સિઝનમાં તે લોકોને અગાઉથી બગીના ઓર્ડર મળી જતા હોય છે. તેઓ જણાવે છે કે તેમની પાસે મનપસંદ કલર અને મનપસંદ ડિઝાઇન વાળી બગીઓ છે. વરઘોડામાં અંદાજિત 8,000 થી લઈને 10,000 ના ભાવ સાથે બગીઓ બુક કરાવવામાં આવતી હોય છે.

આઠથી દસ હજાર માં બે ઘોડા અને લાઇટિંગ વાળી બગીઓ આપવામાં આવતી હોય છે. તેઓ કહે છે કે તે અને તેના પરિવારના સભ્યો બગીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની આવનાર પેઢી પણ આ વ્યવસાય સાથે જોડાઈ રહેશે. આમ આજના સમયમાં બગીનું મહત્વ ખૂબ વધી ગયું છે. લગ્ન પ્રસંગમાં બગી, ડીજે, મોટા મોટા પાર્ટી પ્લોટ આવા જમાવટ વાળા લગ્ન પ્રસંગ થતા હોય છે અને લગ્નને યાદગાર બનાવવામાં આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *