Gujarat

‘રાણો રાણા ની રીતે’ ફેમ દેવાયત ખવડે એક સમયે ચાલુ ડાયરા માં કર્યા હતા ભડાકા,,જુઓ વિડીયો.

Spread the love

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ ના સમાચારો ખૂબ જોવા મળે છે. મયુર સિંહ રાણા નામના વ્યક્તિ ઉપર દેવાયત ખવડ અને તેના બે સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેવાયત ખવડ હાલમાં ગુમ થઈ ગયેલા છે. પોલીસની ટીમ દ્વારા દેવાયત ખવડના રાજકોટના ઘર અને તેના મૂળ વતન દુધઈ ખાતે પણ તપાસ કરવામાં આવી. હજુ સુધી દેવાયત ખવડ નો કોઈ પતો લાગે ચુક્યો નથી.

દેવાયત ખવડ ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યા ના પ્રયાસ કરવા બદલ ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એવામાં દેવાયત ખવડનો એક જુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ દેવાયત ખવડ ડાયરાના સ્ટેજ ઉપર ડાયરો કરી રહ્યા છે અને ડાયરાના અંતમાં તે સ્ટેજ ઉપરથી ફાયરિંગ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ મોટી બંધુક વડે દેવાયત ખવડે હવામાં રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.

આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો ક્યારનો છે કઈ જગ્યાનો છે કેટલો જૂનો છે તે હજુ સુધી માહિતી મળી શકી નથી. પરંતુ સવાલ એ ઊઠે છે કે જ્યારે આ વિડીયો સામે આવ્યો હશે. તે સમયે પોલીસ દ્વારા આ બાબતે કોઈ એક્શન લેવામાં આવ્યું હશે કે નહીં અને જો હવે અત્યારે આ વિડીયો સામે આવ્યો છે તો દેવાયત ખવડ ઉપર આ વીડિયોને લઈને કોઈ ગુનો નોંધવામાં આવશે કે નહીં તે પ્રશ્ન લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યો છે. વાયરલ વીડિયો અંગે ની કોઈ જ પુષ્ટિ અમારું પેજ ‘ગુજરાત નો આવાજ’ કરતું નથી.

આમ ચાલું ડાયરામાં દેવાયત ખવડ દ્વારા ભડાકા કરવાવાળા વિડીયો સામે આવતા લોકો પણ ચોકી ઉઠ્યા છે. હાલના દિવસોમાં દેવાયત ખવડ વિશે લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મયુરસિંહ રાણા ઉપર હુમલો થયા બાદ દેવાયત ખવડનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. મયુરસિંહ રાણા ને દેવાયત ખવડે ખૂબ જ ગંભીર રીતે મારેલો હતો અને તેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

જેમાં મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે તે પોતાની ઓફિસેથી પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે swift કારમાં દેવાયત ખવડ અને અન્ય બે વ્યક્તિઓ આવીને તેને માર માર્યો હતો અને આ બાબત કોઈ જૂની અદાવતે દાઝ રાખીને માર મારવાની ઘટના સામે આવેલી છે. આમ દેવાયત ખવડનો ભડાકા વાળો વિડિયો વાયરલ થતા લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *