ગુજરાત ના આ ગામ થી છે દેવ પગલી ! જીવન મા એક ગીતે રાતો રાત સ્ટાર બનાવી દીધો અને હવે જીવે છે એવુ જીવન કે…
હાલ લોકો પોતાના સ્વપ્ન સાકાર કરવામાટે શું નથી કરતા હોતા લોકો ખુબજ મહેનત અને સંઘર્ષ કરી પોતાની જીવનની બધીજ ઈચ્છા પૂરી કરવા માંગતા હોઈ અને પૂરી પણ કરે છે. તેમજ તેમણે લોકો ગુજરાતના જાણીતાએવા સિંગર દેવ પગલીને તો બધાજ જાણતા હશો જેને એક પછી એક હીટ સોંગ ગાઈને ગુજરાત સહીત સમગ્ર દેશને તેના ગીતનું દીવાનું બનાવ્યું છે. એક સમય એવો હતો કે દેવ પગલીના પરિવારમાં બહેન અને માતા પોતે ખેત મજુરી કરવા જતા અને ઝુપડા જેવા ઘરમાં સમગ્ર પરિવાર રેહેતું. ચાલો તમને દેવ પગલીના જીવન સાથે જોડાયેલી અનેક વાતો જણાવીએ.
હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ એ સમગ્ર દેશમાં ધૂમ મચાવી છે. આ સોંગે સોસીયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર એક સારું પ્રદર્શન કર્યું છે instagram રીલ્સ ની બાબતમાં આ સોંગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે દેશભરના ૪૭ લાખથી વધુ લોકોએ આ સોંગની રીલ્સ બનાવી છે. ગુજરાતી સિંગર દેવ પગલીએ રીલ્સની રેસમાં બાદશાહ અને અક્ષય કુમારને પાછળ રાખી દીધા છે. આ સોંગથી રાતોરાત સ્ટાર બની ગયેલા દેવ પગલી સાથે મીડિયાએ વાતચીત કરી હતી. આ વાતચીતમાં દેવ પગલી વિશેની અજાણી વાતો પહેલીવાર સામે આવી છે.
દેવ પગલીના વતનની વાત કરીએ તો તે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાનાં આસેડા ગામના વતની છે. દેવ પગલીનું સાચું નામ દેવ પૂરી છે. તેઓ સિંગર બન્યા તે પહેલા તેમણે ક્રિકેટર અથવા એક્ટર બનવાની ઈચ્છા હતી. તેથી એક વખત તે ઘરે કીધા વગરજ ભાગીને મુંબઈ આવી પહોચ્યા હતા. મુંબઈમાં પહોચીને અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને મળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તો પણ સફળતા મળી નો હતું. અને પાછા તે ક્રિકેટર બનવા ની ઈચ્છાએ વડોદરા આવી પહોચ્યા. જયાં નયન મોંગીયા અને ઈરફાન પઠાણના ઘરે મળવા પહોંચી ગયા હતા. ઈરફાન પઠાણના પિતાજી સાથે દેવ પગલીની મુલાકાત શક્ય બની હતી. જોકે ક્રિકેટર અથવા ઍકટર બનવાનું સપનું અધુરુ રહ્યું હતું.
દેવ પગલી ઘર છોડ્યા બાદ ઘણા સમય સુધી ઘરે પરત ફર્યા નો હતા આ દરમિયાન તેમના પિતા પાગલ થઇ ગયા અને તેમનું મૃત્યુ થયું. આથી દેવ પગલીએ એક વખત પોતાની માતાને કહ્યું હતું કે ‘મારા પિતાનું પુત્ર વિયોગમાં મૃત્યુ થયું છે આથી હવે હું આખી દુનિયાને પાગલ કરીશ.’ આમ ત્યાર પછી તેનું પહેલું સોંગ લાખ રૂપિયાનો ઘાઘરો ગાઈ ગુજરાતમાં એક નવી છાપ ઉભી કરી અને એક મોટું નામ બનાવ્યું તેમણે કિંજલ દવે સાથે પણ સોંગમાં અભિનય કરવાનો મોકો મળી ચુક્યો છે.
લાખ રૂપિયાનો ઘાઘરો આ સોંદ દેવ પગલીના જીવનનું ટર્નિગ પોઈન્ટ હતું. આ સોંગ બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. પરિણામે એક જ મહિનાના અંતરમાં ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ એમ બેક ટુ બેક બે હિટ સોંગ આપીને દેવ પગલીએ આખા દેશને પાગલ કર્યો છે. અને હાલ તે ગુજરાતમાં ખુબજ ફેમસ સિંગર મન એક સિંગર છે.