Viral video

“યે બાબુભૈયા કા સ્ટાઈલ હે!” રીક્ષા ચાલકે ટ્રાફીક થી બચવા માટેનો એવો ગજબનો જુગાડ કર્યો કે વીડિયો જોઈ તમે પણ માથું પકડી લેશો….જુઓ

Spread the love

સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે. અને આવા મજેદાર વિડીયો જોયા બાદ ઘણીવાર આપણે આશ્ચર્યમાં મુકાઇ જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણીવાર આવા જુગાડ ના વિડીયો એવા જોરદાર જોવા મળી જતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા જુગાડ ના વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ અનોખા જુગાડ નો વિડીયો સામે આવી રહ્યો છે.

જેને જોયા બાદ યુજર્સ પોતાનું માથું પકડી રહ્યા છે. દરેક લોકો જાણે જ છે કે દિલ્લી નો ટ્રાફિક કેવો હોય છે. દિલ્લી નો એક રિક્ષા ચાલક નો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. વાસ્તવમાં આ વ્યક્તિ એ ટ્રાફિક જામ થી બચવા માટે એવો અનોખો જુગાડ અજમાવ્યો કે પોલીસ એ તેને પકડીને તેની રિક્ષાને જપ્ત કરી લીધી છે. આ ઘટના દક્ષિણ દિલ્લી ના હમદર્દનગર લાલબત્તી નો છે જ્યાં સંગમ વિહાર ટ્રાફિક સર્કલ પર ભારે માત્રમાં જામ લાગેલો હતો.આનાથી બચવા માટે રિક્ષા ચાલક એ એવો અનોખો ઉપાય કર્યો કે ભલભલા લોકો હોશ ખોઈ બેઠા.

આ રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ફૂટોવર બ્રિજ પર ચડાવી દીધી. આ જોઈને પબ્લિક પણ હેરાન રહી ગઈ હતી અને કોઈ વ્યકિત એ આ ઘટના ને કેમેરામાં કેદ કરીને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર આ ઘટના રવિવાર 3 સપ્ટેમ્બર ની જાણવામાં આવી છે. સંગમ વિહાર ટ્રાફિક સર્કલ પર લાંબો જામ લાગેલો હતો,બહુ વાર સુધી રિક્ષા ચાલક એ જામ ખુલવાની રાહ જોઈ અને પછી તેને રિક્ષાને ફૂટ ઓવરબ્રિજ પર ચડાવી દીધી હતી. હેરાન કરનારી વાત તો એ છે કે જે સમયે આ રિક્ષા ફૂટ ઓવરબ્રિજ પર ચડાવમાં આવી રહી હતી.

આ દરમિયાન ત્યાથી ભીડ પસાર થઈ રહી હતી. જાણકારી મળયા બાદ પોલીસ એ કાર્યવાહી કરી અને આરોપી ઓટો ડ્રાઈવર મુન્ના તથા તેમના સાથી અમિત ને અરેસ્ટ કરવાની સાથે સાથે રિક્ષાને પણ જપ્ત કરી લીધી છે. અમિત રિક્ષાને પાછળથી ધક્કો મારી રહ્યો હતો. બંને સંગમ વિહારના રહેવાસી છે. આ વિડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્સન માં લખવામાં આવ્યું છે કે દિલ્હીના હમદર્દ નગર રેડ લાઇટ સંગમ વિહાર ટ્રાફિક સર્કલ પર જામના કારણે ઓટો ચાલકે વાહનને ફૂટ ઓવર બ્રિજ પર હંકારી દીધું હતું.હાલમાં આ વિડીયો જોઈને લોકો હકકા બક્કા રહી ગ્યાં છે,

આ થોડી સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યસ્ત ફૂટ ઓવર બ્રિજ પર એક ઓટો રિક્ષા દોડી રહી છે. જેમ જેમ કોઈ વ્યક્તિ દ્વારા ધક્કો મારવામાં આવ્યો ત્યારે રિક્ષા સીડી પર કૂદીને આગળ વધે છે, તે વ્યક્તિ કૂદીને અંદર બેસી જાય છે. આ દરમિયાન ફૂટઓવર બ્રિજ પરથી અનેક રાહદારીઓ આવતા-જતા હતા. જો કે આ પહેલીવાર નથી કે આવો વીડિયો સામે આવ્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *