87 વર્ષની ઉંમરે પણ દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્રએ પોતાના પૌત્ર કરણ દેઓલ સાથે સ્ટેજ પર ડાંસ કર્યો ! જોઈ લ્યો આ ખાસ વિડીયો…
વર્તમાન સમયમાં જો કોઈ સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ વધારે ચર્ચિત થઇ રહ્યા હોય તો તે છે સન્ની દેઓલના દીકરા એવા કરણ દેઓલના લગ્ન. કરણ દેઓલના રોકાની અનેક તસવીરો તથા વિડીયો હજી થોડા સમય પેહલા જ સામે આવ્યા હતા એવામાં હાલ કરણ દેઓલના સંગીત સેરેમનીનો ખાસ વિડીયો તથા તસવીરો હાલ સામે આવી રહ્યા છે. તો ચાલો તમને આ અંગે પુરી રીતે માહિતગાર કરીએ.
તમને ખબર જ હશે કે સન્ની દેઓલ, બોબી દેઓલ અને તેમના પિતા ધર્મેન્દ્રએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની એક ખુબ જાણીમાણી હસ્તી છે, યમલા પગલાં દીવાના તેમ જ અપને જેવી ફિલ્મોમાં આ ત્રણેયની જોડીઓએ એક સાથે પોતાનો રંગ જમાવ્યો હતો. એવામાં આ ત્રણેયની જોડી હાલ તેની ફિલ્મોને લીધે નહિ પણ તેમના સંતનોને લીધે સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે કારણ કે સન્ની દેઓલના પુત્ર તેમ જ ધર્મેન્દ્રના પોતા એવા કરણ દેઓલના લગ્ન થવા જઈ રહ્યા છે.
એવામાં સંગીત સેરેમનીની અનેક એવા વિડીયો હાલ્સ અમે આવી રહ્યા છે જેમાં સન્ની દેઓલ, બોબી દેઓલ તેમ જ દિગ્ગ્જ એકટર ધર્મેન્દ્ર પણ નાચતા ગાતા મૂડમાં જોવા મળી રહ્યા છે, એવામાં ધર્મેન્દ્રનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પણ ખબૂ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ પોતાના પૌત્રના લગ્નમાં સ્ટેજ પર ડાંસ કરતા જોવા મળી રહયા છે, વીડિયોમાં જોઈ શકાય છે કે દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર સાથે વરરાજો કરણ દેઓલ પણ ડાંસ કરી રહ્યો છે.
આ વિડીયો હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, કારણ કે 87 વર્ષની ઉંમરમાં પણ ધર્મેન્દ્રનો આવો ડાંસ ખુબ વખાણલાયક કહેવાય. ધર્મેન્દ્રને આવી રીતે જોઈને સોશિયલ મીડિયા યુઝરોએ પણ આ અભિનેતા પર પોતાનો ખુબ પ્રેમ વરસાવ્યો હતો, જયારે અનેક એવા સોશિયલ મીડિયા યુઝરોએ તો એવી પ્રતિક્રિયા પણ આપી હતી કે અમારો હીરો જૂનો થતો જાય છે. આવી અનેક કમેન્ટ સોશિયલ મીડિયા યુઝરો કરી રહયા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram