Gujarat

ધીરુભાઈ અંબાણી નું બાળપણ જ્યાં પસાર થયું તે જૂનાગઢ નું ઘર પ્રવાસીઓ માટે છે સુંદર ફરવા લાયક સ્થળ…જુઓ સુંદર ફોટા.

Spread the love

અંબાણી પરિવાર ને આખું વિશ્વ આજે જાણે છે. અંબાણી પરિવાર એટલે વિશ્વ ના ધનાઢ્ય લોકો ની યાદી માં આવતું પરિવાર છે. ધીરુભાઈ ની વાત કરી એ તો ખરેખર તેનું જીવન ખુબ જ જાણવા જેવું છે. એક નાના ગામમાં જન્મેલા ધીરુભાઈ અંબાણી ને આજે ભારત અને વિશ્વ માં દરેક લોકો ઓળખે છે. અંબાણી પરિવાર એટલે કે ધીરુભાઈ નુ એક મકાન જૂનાગઢ માં આવેલું છે. આ ઘર માં અંબાણી પરિવાર ને લગતી બધી જૂની પુરાણી વસ્તુઓ જોવા મળે છે.

જૂનાગઢ ના ચોરવાડ ના એક ગામ માં ધીરુભાઈ નું જૂનું ઘર આવેલું છે. જ્યાં ધીરુભાઈ નું બાળપણ પસાર થયું હતું. આ એ જ ઘર છે જ્યાં ધીરુભાઈ 500 રૂપિયા લઈને ઘરે થી નીકળ્યા હતા કમાવવા માટે અને જયારે આ ઘરે જયારે પાછા ફર્યા ત્યારે ખરેખર રૂપિયા અને ખુબ જ ઈજ્જત કમાય ચુક્યા હતા. ધીરુભાઈ ના પત્ની કોકિલાબહેને પણ આજ ઘર માં 8-વર્ષ સુધી રહ્યા હતા.

કોકિલાબહેન સાથે લગ્ન કર્યા બાદ ધીરુભાઈ આ જ ઘર માં આવ્યા હતા. જયારે ધીરુભાઈ કામ માટે યમન દેશ માં ગયા હતા ત્યારે પત્ની કોકિલાબહેને આ જ ઘર માં 8-વર્ષ પસાર કર્યા હતા. ત્યારબાદ કોકિલકાબહેને આ ઘર ને મેમોરિયલ બનાવી દીધું હતું. અંબાણી પરિવાર ના આ ઘર બે ભાગ માં વિભાજીત છે જેમાં એક ભાગ ને પોતાના પરિવાર માટે રાખ્યો અને બીજા ભાગ ને પર્યટકો માટે રાખ્યો છે.

આ ઘર ની અંદર સોવિનિયર શોપ માં અંબાણી પરિવાર ની સાથે જોડાયેલી વસ્તુઓ સાચવી રાખેલી છે. ઘર ની અંદર સુંદર બગીચો પણ છે. અંબાણી પરિવાર આજે વિશ્વ માં ખુબ જ નામના કમાઈ ચુક્યા છે. હાલમાં અંબાણી નું પરિવાર દુનિયા ની કોઈ પણ વસ્તુઓ ખરીદવા સક્ષમ છે. અને તે લોકો ખુબ જ હાઈફાઈ જીવન જીવી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *