શું તમે જાણો છો ભગવાન વિષ્ણુ અદભુત, દિવ્ય અને સૌથી ઊંચી મૂર્તિ ક્યાં દેશ માં છે? જાણો આ દેશ નું નામ…
આપણો ભારત દેશ આસ્થા અને શ્રદ્ધા નો દેશ છે. ભારત માં વસતા હિન્દૂ ધર્મ ના લોકો પુરી શ્રદ્ધા થી ભગવાન ની પૂજા અને અર્ચના કરે છે. હિન્દૂ ધર્મ ના લોકો દરેક ભગવાન ના તહેવારો પણ ધૂમ ધામ થી ઉજવતા આવ્યા છે. એક પછી એક તહેવારો આખા વર્ષ દરમિયાન આવતા જ રહે છે. હિન્દૂ ધર્મ માં ત્રિદેવ એટલે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ. જેમાં ભગવાન વિષ્ણુ ને પાલનકર્તા માનવામાં આવે છે.
વિષ્ણુ ભગવાન ના પણ ઘણા અવતાર જોવા મળે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, ભગવાન વિષ્ણુ ની સૌથી ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે? તો ચાલો જાણી એ કે, આખા વિશ્વ માં ભગવાન વિષ્ણુ ની સૌથી ઊંચી મૂર્તિ ક્યાં આવેલી છે. ભગવાન વિષ્ણુ ની સૌથી ઊંચી મૂર્તિ ઇન્ડોનેશિયા દેશ માં આવેલી છે. અને તમેં જાણી ને હેરાન થશો કે, ઇન્ડોનેશિયા દેશ માં સૌથી વધુ વસ્તી મુસ્લિમ ધર્મો ની છે.
મુસ્લિમ ધર્મ ના દેશ માં ભગવાન વિષ્ણુ ની સૌથી ઊંચી મૂર્તિ એ હિન્દૂ-મુસ્લિમ એકતા નું એક સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય. ઇન્ડોનેશિયા માં એક એરલાયન્સ નું નામ પણ ગરુણા એરલાયન્સ છે. ગરુણા એટલે ગરુડ. ગરુડ ભગવાન વિષ્ણુ ની સવારી છે. ઇન્ડોનેશિયા ના બાલી બીચ પર આ સૌથી ઊંચી મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ ને બનાવવા માટે 24-વર્ષ નો સમય લાગ્યો હતો.
ભગવાન વિષ્ણુ ની આ મૂર્તિ 122-ફૂટ ઊંચી અને 64-ફૂટ પહોળી છે. આ મૂર્તિ 2018 માં બની ને તૈયાર થઇ હતી. આ વિશાળકાય મૂર્તિ ના મૂર્તિકાર નું નામ બપ્પા નુઆર્તા છે. આ મૂર્તિકાર ને ભારત ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સન્માનિત કર્યા હતા. આ મૂર્તિ બનાવવાની ની શરૂઆત 1994 માં થઇ હતી. પરંતુ ત્યારબાદ બજેટ ઓછું હોવાના કારણે કામ અટકેલું હતું. 2007 થી 2013 સુધી આ કામ બંધ રહ્યું હતું. પરંન્તુ ત્યારબાદ કામ શરુ થયું પછી મૂર્તિ બની ત્યાં સુધી અટક્યું ના હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!