દબંગ લેડી ! કોન્સ્ટેબલ થી ડાયરેક્ટ DSP બનનાર આ યુવતી ની કહાની જાણી રડી પડશે..
ભારતમાં વસતા દરેક યુવાનો નું મોટાભાગે સપનું હોય છે કે તે કાં તો ભારતીય સેનામાં જોડાઈને દેશને સેવા કરે અથવા તો ખાખી વર્દી પહેરીને જાહેર જનતાની સેવા કરે. એવી જ એક યુવતીની કહાની હાલ આપણી સમક્ષ સામે આવે છે. આ યુવતી ની કોન્સ્ટેબલ થી લઈને ડીએસપી સુધીની સફર જાણીને તમને પણ ગર્વ થશે.
બિહાર રાજ્યના બેગુસરાઈ જિલ્લાના મહિલા કોન્સ્ટેબલ બબલી કુમારીની 66મી બીપીએસસી પરીક્ષામાં પસંદગી થઈ હતી. તેને આ પરીક્ષામાં 208 માં રેન્ક મેળવ્યો હતો. તે પોતાના જિલ્લામાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાની સાથે તે અન્ય પણ જવાબદારીઓ નિભાવતી હતી. કારણ કે તેને બીપીએસસી ની પરીક્ષા પૂર્ણ કરવાનો એક લક્ષ હતું. આ બબલી નામની કોન્સ્ટેબલ પરિવારની જવાબદારીની સાથે એક માતા તરીકેની પણ ફરજ નિભાવતી હતી. બબલી થોડા સમય પહેલા બીપીએસસી ની પરીક્ષા પાસ કરીને ડીએસપી તરીકે ક્વોલિફાય કર્યું હતું.
બબલી કુમારીના લગ્નજીવન ની વાત કરવામાં આવે તો તેમના લગ્ન વર્ષ 2013 માં થયા હતા. અને 2015 થી તે કોન્સ્ટેબલની નોકરી કરતી હતી. કોન્સેટબલ માં કામ કરી રહેલી બબલી હવે થોડા જ દિવસોમાં ડીએસપી તરીકેની ટ્રેનિંગ શરૂ કરશે. બબલી કુમારી કોન્સ્ટેબલ થી ડાયરેક્ટ ડીએસપી બનતાની સાથે જ તેમનો પોતાના ગામ અને પોતાના સાથીદારો દ્વારા ખૂબ જ ધામધૂમથી સન્માન કરવામાં આવ્યું હતું.
બબલી કુમારી નું વતન મૂળ બિહાર રાજ્યનું ગયા જીલ્લો છે. હાલ તે કોન્સ્ટેબલ તરીકે બેગુસરાઈમાં કામ કરી રહી હતી. પોતાનું જીવન તેને ખૂબ જ ગરીબી માંથી પસાર કર્યું હતું. અને તે કોન્સ્ટેબલ બની હતી. હવે તે ડાયરેક ડીએસપી બનતાની સાથે જ તેના પરિવાર અને સાથીદારોમાં ખુશીઓનો પાર ન રહ્યો હતો. આમ એક કોન્સ્ટેબલ થી શરૂ કરીને ડીએસપી સુધીની સફર ખરેખર કાબિલેતારીફ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!