India

ગરીબ ઘર ની દીકરી પાસે સાસરિયા વાળા એ એક કાર અને 10-લાખ ની માંગણી કરી. દહેજ ના મળતા પતિ એ કર્યું એવું કે..

Spread the love

આપણા સમાજમાંથી રોજબરોજ ખૂન ખરાબા ના કિસ્સાઓ સામે આવતા હોય છે. એવામાં ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી એક હચ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે એક પતિએ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ પત્નીના ઘરવાળાને ફોન કરયો કે મેં તમારી છોકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. તમે આવીને લઈ જાવ.

વધુ વિગતે જાણવા મળ્યું કે મોટી ના રહેવાસી અંકિત પાલના લગ્ન વર્ષ 2016 માં ઢીલા મોડા ક્ષેત્રના લક્ષ્મી ગાર્ડનમાં રહેતા રમેશપાલ ની પુત્રી સાથે થયા હતા. તનુ નો પતિ અંકિત એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. આ આખો મામલો દહેજ બાબતેનો સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે લગ્ન બાદ તનુના સાસરીયા વાળા તનુના ઘર લોકો પાસે 10 લાખ રૂપિયા અને એક સ્કોર્પિયો કાર ની માંગ કરી રહ્યા હતા. તેનું એ આ બાબતે વિરોધ કર્યો તો તેને ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવતી હતી.

તનુના લગ્ન બાદ તેને એક દીકરીને જન્મ આપ્યો હતો. લગ્ન બાદ સતતને સતત દહેજની માંગ કરવામાં આવતી હતી. લગ્ન બાદ એક પુત્રી નો જન્મ થયો હોવા છતાં પણ તેનું ના સાસરીયા વાળા તેની પાસે દહેજની માંગણી કરતા હતા. અને જો દહેજ ન આપે તો તેને અને તેની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. એવામાં એક દિવસ તનુના પતિ અંકિતે તેનું ગળું દબાવીને કરુણ મૃત્યુની નિપજાવી દીધું હતું. ત્યારબાદ પતિ અંકિતે તનુના કાકા ને ફોન કરીને આ બાબતની જાણકારી આપી હતી. તનુના ઘર પરિવાર વાળા ત્યાં પહોંચે તે પહેલા જ અંકિત ત્યાથી ફરાર થઈ ગયો હતો.

બાદ તનુના પતી અંકિતે રવિવારે સામેથી ચાલીને આવીને પોલીસની સામે સરેન્ડર કરી દીધું હતું. એસએચઓ નંદકામ મુનેન્દ્રસિંહ ના જણાવ્યા અનુસાર મૃતક તનુના સાસરિયાવાળા કે જેમાં નણંદ અને તેના પતિ તનુના જેઠ અને જેઠાણી વગેરે જેવા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ આ દહેજ બાબતે હત્યા કરવામાં આવી હતી. ભારતમાંથી અનેક આવા કિસ્સાઓ દહેજના સામે આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *