India

ભારતીય સેના ની ચોકી માં પંજાબી ગીત વાગતા પાકિસ્તાની સેના ના જવાનો પણ ઝૂમી ઉઠ્યા..જુઓ વિડીયો.

Spread the love

ભારતના પાડોશી દેશ એવા પાકિસ્તાન સાથે ભારતની વર્ષો જૂની દુશ્મની છે. એટલે કે બંને દેશો વચ્ચે ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ દુશ્મની શરૂ થઈ ગઈ હતી. પાકિસ્તાનમાંથી અનેક આંતકવાદીઓ ભારતમાં ઘુષણખોરી કરીને આવતા હોય છે. અને ક્યારેક ભારતમાં મોટા મોટા હુમલાઓ પણ કરતા હોય છે. પરંતુ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને સાંભળીને અને જોઈને આપણે ને ગર્વ થતું હોય છે.

ભારત દેશના આઝાદ થયો તે દિવસના પર્વની ઉજવણીના ભાગરૂપે ભારત અને પાકિસ્તાન દેશો વચ્ચે તે દિવસે બને દેશો ના જવાનો વચ્ચે મીઠાઈઓની આપલે પણ થતી હોય છે.. અને બંને દેશો એકબીજા ને શુભકામનાઓ પણ આપતા હોય છે. હાલમાં જ ભારતમાં આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા હતા. તે દિવસે એક પાકિસ્તાની કલાકારે ભારત નું રાષ્ટ્રીય ગીત પોતાના એક વાદ્ય પર વગાડીને ભારત દેશના લોકોને શુભકામના પાઠવી હતી.

આપણને ખ્યાલ છે તેમ ઉત્તરમાં આવેલા જમ્મુ કાશ્મીર રાજ્યમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર સાઉ નજીક નજીકમાં છે. બંને દેશના સૈનિકો પોતાના દેશની રક્ષા માટે બોર્ડર પર તહેનાત હોય છે. અને બંને દેશોની બોર્ડર નજીક હોય છે. બંને દેશો એકબીજા ના સૈનિકોને જોઈ પણ શકતા હોય છે. એવી જ એક બોર્ડર નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ભારતીય એક પોસ્ટ પર ભારતીય સૈનિકો એક હિન્દી ગીત વગાડતા હોય છે. અને તેના ઉપર ઝૂમી રહ્યા હોય છે. ત્યારે સામેની બાજુ માત્ર 500 મીટરના અંતરે જ પાકિસ્તાન સૈન્યની ચોકી ઉભી કરેલી હોય છે. ત્યાં કેમેરો ઝૂમ કરતા નજર આવ્યું કે ભારતીય સેનાના જવાનો છે ગીત વગાડી રહ્યા હતા તે ગીત ત્યાં સુધી પણ સંભળાતું હતું. અને પાકિસ્તાનના સેનાના જવાનો પણ આ ગીત ઉપર દેશ ડાન્સ કરી રહ્યા હતા..જુઓ વિડીયો.

આ એક પંજાબી ગીત પર બંને દેશના જવાનો એકસાથે સુમી ઉઠ્યા હતા. આ વીડિયોને એચજીએસ ડાલીવાલ ના એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. આ વિડીયો જોઈને લોકો ને પણ ગર્વની અનુભૂતિ થઈ રહી છે. આ વિડિયો શેર કરીને કેપ્શન માં લખવામાં આવ્યું છે કે ગીત બોર્ડર પર વાગતા ભાગલા નો અંત ખતમ કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *