કન્યા નો પોશાક ધારણ કરી પ્રેમી પ્રેમિકા ના લગ્ન માં પહોંચ્યો આબેહૂબ કન્યા જ લાગે લાલ સાડી, બંગડી, જુઓ વિડીયો.
યુવક યુવતીઓ માં ખાસ તો એકબીજા પ્રત્યે આકર્ષણ ખૂબ વધુ પડતું જોવા મળતું હોય છે. ક્યારેક ક્યારેક પ્રેમી અને પ્રેમિકા એકબીજાની સાથે જીવવા મરવાની પણ કસમ ખાતા હોય છે. પરંતુ ક્યારેક એવું બનતું હોય છે કે પ્રેમિકા અથવા તો પ્રેમીના લગ્ન થઈ જતા હોય છે અને તેના વિરહમાં પ્રેમી અથવા તો પ્રેમિકા પાગલ થઈ જતા હોય છે.
પરંતુ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો. જેમાં એક પ્રેમિકાના લગ્નના દિવસે તેનો પ્રેમી પ્રેમિકાને મળવા કન્યાના વેશમાં પહોંચ્યો હતો. વધુ વિગતે વાત કરીએ તો આ ઘટના ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાની છે. જેમાં જાણવા મળ્યું કે પ્રેમિકાના લગ્ન થવાના હોય પ્રેમીને તેની પ્રેમિકાની ખૂબ યાદ આવતા તેનો પ્રેમી લાલ સાડીના જોડામાં, બંગડીઓ, માથા ઉપર વિક, ગળામાં જવેલરી અને મોઢા ઉપર મેકઅપ કરીને દુલ્હનની જેમ તૈયાર થયો અને તેની પ્રેમિકાને લગ્નના દિવસે મળવા પહોંચ્યો હતો.
આ પ્રેમી જ્યારે દુલ્હનના રૂમમાં પ્રવેશતો હતો ત્યારે લોકોને તેના ઉપર શંકા ગઈ અને શંકા ને આધારે પરિવારના લોકોએ તે યુવકને ઝડપી પાડ્યો હતો. પ્રેમી પોતાનો ચહેરો વારંવાર છુપાવવાની કોશિશ કરતો હતો અને લગ્ન સ્થળ છોડીને ભાગીને જવાનો પણ પ્રયાસ કરતો હતો. પરંતુ પરિવારના સભ્યોએ તેને જવા ન દીધો અને તેને ઝડપી પાડ્યો હતો.
View this post on Instagram
પરિવારના સભ્યો અચાનક તે પ્રેમી નો વિડીયો ઉતારવા લાગ્યા હતા અને તેને પહેરેલી સાડી માંથી મોઢું બહાર કાઢવા વારેવારે સાડી હટાવી રહ્યા હતા. પરંતુ આ પ્રેમી એટલો હોશિયાર હતો કે તે તેનો ચહેરો બતાવવા દેતો હતો નહીં. આમ આવો અનોખો કિસ્સો સામે આવતા આ વિડિયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!