Entertainment

એલા ભાઈ આ કેવી રસમ ? કપડાની ખેંચતાણમાં જ દુલહન પર એકાએક પડવા લાગ્યા લોકો અને પછી જે થયું તે જોવાલાયક છે…જુઓ વિડીયો

આમ તો તમે લગ્નમાં અનેક એવી અલગ અલગ રસમો જોઈ હશે જેને જોયા બાદ તમને અમુક વખત આશ્ચર્ય થતું હોય છે તો અમુક વખત હસાય જતું હોય છે. એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છૂટી જતું હોય છે, એવામાં હાલ આવો જ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જશે.

તમને ખબર હશે કે લગ્ન એક એવો આનંદિત કરી દેતો પ્રસંગ છે જેમાં આનંદ સાથે ઉત્સાહભેર રીતે દરેક જરૂરી રસમોને અનુસરીને પોતાના જીવનને આગળ વધારવામાં આવે છે.પરંતુ ક્યારેક આવી રસમ એટલી જબરી હોય છે કે તેના વીડિયો જોયા બાદ આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ. આજના આ લેખના અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજો અને કન્યા બંને મંડપની અંદર બેઠેલા જોવા મળી રહયા છે એવામાં તેની મહેમાનો એક કપડાની ખેંચ ખેંચ કરે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બધી વિધિ સંપન્ન થઇ રહી છે ત્યાં ઉભેલા લોકો કપડાની ખેચા ખેંચી કરવા લાગે છે જેના લીધે ઘડીક તો જાણે રસ્સી ખેંચની પ્રતિયોગિતા થઇ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ પછી જે થયું તે ખરેખર જોવાલાયક છે.

વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે આવી ખેંચ તાણમાં જ દુલહન પર એક યુવતી પડે છે જે બાદ તેની પાછળ ઉભેલો એક યુવક પણ તેની પર પડે છે આવી જ રીતે થોડાક અંતર સુધી દુલહન ઢસડાય છે, આ વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર યુઝરોએ અનેક ફની પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે ‘આવી રસમે તો દુલ્હનની ઘાણી કરી નાખી.’ તમને આ વિડીયો કેવો લાગ્યો સોશિયલ મીડિયા પર જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *