દિકરીના માટે નવી ખુશીઓ ની શોધમાં ગયેલા પરીવાર સાથે રસ્તામાં થયું એવું કે ડ્રાઈવર અને દિકરી ની માતા…

મિત્રો આપણે અવાર નવાર અનેક અક્સ્માત અંગેના કિસ્સાઓ જોતાં અને સાંભળતા હોઈએ છીએ આવા અક્સ્માત માં અનેક લોકો ને ઈજા થાઈ છે. જ્યારે ઘણા લોકો ને પોતાનો જીવ પણ ગુમવવો પડે છે. જોકે ઘણીવાર એવા પણ સંજોગો બને છે કે જ્યા સામેવાળા ની ભૂલ ને કારણે અન્ય લોકોને અક્સ્માત નો સામનો કરવો પડે છે. અને ઘણીવાર પોતાનો જીવ પણ ગુમવવો પડે છે.

આપડે અહીં એક એવાજ અકસ્માત અંગે વાત કરવાની છે કે જ્યાં એક પરીવાર પોતાની દિકરીની સગાઈ માટે જોવા ગયેલા પરીવાર ને રસ્તામાં અક્સ્માત નો સામનો કરવો પડ્યો હતો. આ અક્સ્માત માં બે લોકો ને પોતાનો જીવ પણ ગુમવ્વો પડ્યો હતો. તો જોઈએ આ સમગ્ર અક્સ્માત અંગે વધુ માહિતી.

મળતી માહિતી અનુસાર આ અક્સ્માત નંદાસણ પાસે સર્જાયો હતો અહીં અક્સ્માત ના કારણે કારના ડ્રાઇવર સહિત બે લોકોના મોત નિપજ્યાં છે. જો વધુ માં વાત કરીએ તો મહેસાણાના કડીના બુડાસણનો રહેવાશી ફતેહખાન બ્લોચ ના પરીવાર સાથે આ અક્સ્માત સર્જાયો હતો.

ફતેહખાન બ્લોચ અને તેમનો પરીવાર તેમનો પુત્રી માટે સગપણ જોવા માટે વિસનગર પાસે આવેલા ભાલક ગામમાં ગયા હતા. અહીં જવા માટે ફતેહખાનના એક સંબંધી બ્લોચ સાહેલ ખાનની ગાડીમા ગયા હતા. જો વાત આ ગાડી માં સવાર લોકો અંગે કરીએ તો ગાડીમાં ફતેહખાનબ્લોચ તેમની બે પત્ની સાબેરાબાનુ અને મેમુના બાનુ અને તેમની પુત્રી ફરીદબાનુ સાથે ગયા હતા. આમ આ ગાડી માં કુલ પાંચ લોકો સવાર હતા.

તેઓ પુત્રી માટે સગપણ જોઈ ને પાછા આવી રહ્યા હતા ત્યારે ખેરપુર વિસ્તાર પાસે કડી તેમની પાસેથી આવી રહેલી એક બીજી કાર નું ટાયર ફાટી ગયું. આ ટાયર ફાટતા તે કાર આડી અવળી થતાં બ્લોચ પરિવારની ગાડી સાથે ભટકાઇ હતી.

જેને કારણે આ અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પુત્રીની માતા અને ડ્રાઇવર એમ બંને વ્યક્તિઓ તેજ સ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. આવા ઈજાગ્રસ્ત લોકો ને કડીની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી અને અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *