Entertainment

આ મોટા કારણથી કપિલ શર્મા શોને તાળા લાગી શકે છે કપિલે કરી જાહેરાત કે આવનાર સમયમાં..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો દ્વારા મનોરંજન જગત નો ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો પોતાના કામ અને રોજિંદી પ્રવૃત્તિ માંથી જ્યારે પણ પરેશાન થઈ જાય છે ત્યારે અવાર નવાર લોકો મનોરંજન નો સહારો લે છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ઘણા એવા કાર્યક્રમ છે કે જે લોકો ના રોજ બ રોજ જીવનનો ભાગ બની ગયો છે લોકો અમુક કાર્યક્રમ જોવા માટે રાહ જોતા હોઈ છે.

આવોજ એક કાર્યક્રમ કપિલ શર્મા શો નો પણ છે કેજે હાલમાં દરેઓ ઘરમાં ઘણો જ લોકપ્રિય બની ગયો છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં કોમેડી ક્ષેત્રે કપિલ શર્મા સુપર સ્ટાર છે તેમની લોક ચાહના દેશ વિદેશ સુધી ફેલાયેલી છે તેમના શો ને લાખો લોકો પસંદ કરે છે અને જુએ છે. હાલમા આ શો દરેક ફિલ્મ માટે પ્રમોશન નું મહત્વ નું કેન્દ્ર બની ગયો છે કે જ્યાં સુધી જવું હાલમાં અમુક લોકોનું સપનું પણ છે.

પરંતુ હાલમાં કપિલ શર્મા અને તેમની ટીમ દ્વારા જે રીતે કશમિરિ હિંદુઓનુ દર્દ બતાવતી ફિલ્મ કાશમીર ફાઈલસ ના પ્રમોશન થી ઇન્કાર કર્યો છે તેના કારણે હવે આ શો લોકોના નિશાના પર છે જોકે હવે એવી પણ માહિતી મળી રહી છે અ શો ટૂંક સમય માં બંધ પણ થઈ શકે છે તો ચાલો આપણે આ બાબત ને લઈને વધુ માહિતી મેળવી.

જો વાત કપિલ શર્મા શો બંધ થવા પાછળના કારણ અંગે ચર્ચા કરીએ તો જણાવી દઈએ કે હાલમાં કપિલ શર્મા પોતાની પર્સનલ લાઈફ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં કપિલ શર્માએ જણાવ્યું હતું કે આ વર્ષે તે યુએસ અને કેનેડાની ટ્રીપનો ઘણો આનંદ માણવા જઈ રહ્યો છે, આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થવા લાગી છે અને દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કપિલ શર્મા ટૂંક સમયમાં કપિલ શર્મા શો છોડી દેશે. અને વિરામ લેવા માટે જઈ રહ્યા છે

મળતી માહિતી અનુસાર કપિલ શર્મા લગભગ એક મહિના માટે યુએસ ટ્રીપ પર જવાના છે, કપિલ શર્માની આ ટ્રીપને કારણે શૂટિંગ શક્ય નહીં બને, આ કારણે શો અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે કપિલ શર્મા ભારત પરત ફરતાની સાથે જ શોનું શૂટિંગ ફરી શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *