ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત! પ્રેમી દ્વારા હત્યાનો ગંભીર બનાવ પરણિત પ્રેમિકા એકલી હોવાથી ઘરમાં ઘૂસીને તેની….

મિત્રો હાલમાં વિકાસમાન અને પ્રગતિશીલ ગુજરાત માં જાણે મહિલા માટે સૌથી અસુરક્ષિત સ્થાન થઇ ગયું હોઈ તેમ એક પછી એક મહિલા સાથે દુષ્કર્મ અને હત્યા ના અનેક બનાવો સામે આવે છે જેના કારણે હવે પોલીસ તંત્ર અને રાજ્યની કાયદા વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે કે શું આરોપીઓ ના મનમાં પોલીસ નો ડર રહ્યો નથી ? કારણ કે એક પછી એક જેવી રીતે હત્યારાઓ જાહેરમાં બેફામ હથિયાર લઈને નીકળી પડે છે અને હત્યા ના બનાવ ને અંજામ આપે છે તેના કારણે આવુજ લાગે છે.

હાલમાં રાજ્યમાં પ્રથમા ગ્રીષ્મા જે બાદ વડોદરામાં ઘટેલ તૃષા સોલંકી ની હત્યા ના બનાવો બાદ વધુ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં પાગલ પ્રેમીએ પરણિત મહિલાની હત્યા કરી છે જેના કારણે હવે રાજ્યમાં મહિલાની સુરક્ષાનો મુદ્દો ઘેરો બન્યો છે જો વાત હાલમાં બનેલી દુખદ ઘટના અંગે કરીએ તો હત્યા નો આ બનાવ ગાંધીનગરના બોરીજ ગામથી સામે આવ્યો છે. કે જ્યાં નસાની હાલતમાં એક પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યાને અંજામ આપ્યો છે.

જો વાત આ ઘટના અંગે કરીએ તો આરપી નું નામ રાજુ છે જયારે મૃત્યુ પામેલી મહિલાનું નામ નીકીતા ઠાકોર છે. જો વાત રાજુ અંગે કરીએ તો તે ગામમાં કડિયા કામ કરે છે જો વાત હત્યાના દિવસ અંગે કરીએ તો આ દિવસે નિકિતા ઘરે એકલી હતી તેમના પરિવાર ના લોકો  મંદિરે ગયા હતા. મહિલાને એકલી જાણી આરોપી તેના ઘરમાં ઘુસ્યો અને પોતાના ક્રૂર ઈરાદાને અંજામ આપ્યો.

જો કે જયારે નિકિતા ના જેઠ અને જેઠાણી રાતે મંદિરેથી ઘરે આવી સુઈ ગયા હતા ત્યારે નિકીતાના જેઠે અડધી રાત્રે તેમની ઓરડીનાં પાછળ ના દરવાજાથી કોઈ અજાણ્યા શખ્સ ભાગતા જોયો જેના કારણે તેઓ પણ આ વ્યક્તિ ની પાછળ ભાગયા અને ભાગી રહેલા શખ્સને ઝડપી લઈ ચાર પાંચ લાફા મારી દીધા હતા. જો કે અન્ય કોઈ આવે તે પહેલા તો રાજુ નિકીતાના જેઠને ધક્કો મારીને ભાગી ગયો.

જે બાદ નિકીતાના જેઠ દ્વારા તેમના ઘરમાં જોતા નીકીતા મૃત હાલતમાં મળી ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સાથળે પહોચી અને તપાસ શરુ કરી ઉપરાંત બહાર પહેરો ભરતા બે શકમંદ ઈસમોને પણ હાલમાં પકડ્યા છે જો કે નિકિતા ના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે દુષ્કર્મ થયા અંગે માહિતી મેળવ્યા બાદ જ દુષ્કર્મનો ગુનો નોંધીશું. હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલી રહી છે. અને પોલીસ રાજુની શોધમાં છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.