120-વર્ષ ની ઉંમરે પણ દાદા છે અડીખમ ! આજકાલ ના યુવાનો ને તો ચપટી વગાડતા પાડી દે,,જુઓ તસ્વીર.
આજના જમાનામાં લોકો જે કોઈપણ વ્યક્તિ હોય તે 60 થી 70 વર્ષની ઉંમર સુધી પોતાનું જીવન જીવી શકે છે. ભાગ્ય જ કોઈ એવા વ્યક્તિ હશે કે જે 90 થી 100 વર્ષની ઉંમરે જીવન જીવતા હશે. પહેલા ના જમાનામાં લોકોનો ખોરાક એવો હતો કે લોકો ગમે તેવું જમવાનું પસંદ કરતા હતા અને આજના જમાનામાં મોટી મોટી રેસ્ટોરન્ટોમાં લોકો જઈને ખૂબ આડુઅવળું ભોજન લેતા હોય છે. આથી તે લોકો વધુ જીવી શકતા નથી.
પોરબંદરમાં રહેતા એક દાદા ની ઉંમર જાણીને તમને લોકોને આંચકો લાગશે. પોરબંદરના એક ગામમાં 120 વર્ષના મોટી ઉંમરના દાદા આજે પણ અડીખમ જોવા મળે છે. દાદા અને તેની પત્ની આજે નીરોગી રીતે જીવન જીવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના રતનપુર ગામમાં રહેતા ખીમાભાઈ ભીખાભાઈ કે જેની હાલની ઉંમરમાં 120 વર્ષ ની છે અને તેની પત્ની પણ હજુ જીવિત છે. ખીમાભાઈ ની વાત કરીએ તો ખીમાભાઈ આજે પણ ખેતીવાડીનું કામ કરતા જોવા મળે છે.
ખીમાભાઈ પહેલા ગામના સરપંચ હતા. તેઓ 50 વર્ષ સુધી ગામના સરપંચ રહ્યા હતા. જ્યારે તેઓ સરપંચ હતા ત્યારે ગામ ની ખૂબ જ સેવા કરી હતી અને ગામના લોકોને ખૂબ જ મદદ પણ કરી હતી. ગામમાં પાણીની સુવિધાઓથી માંડીને તમામ વ્યવસ્થાઓ તે સરપંચ હતા ત્યારે તેને ગામમાં કરાવી હતી. ખીમાભાઈ 120 વર્ષની ઉંમરે પણ આજે ખૂબ જ સ્વસ્થ રીતે જીવન જીવી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેઓ જ્યારે નાની ઉંમરમાં હતા ત્યારે ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા અને નંબર પણ મેળવતા હતા.
ખીમાભાઈના બાળકોની વાત કરવામાં આવે તો તેઓને પાંચ દીકરાઓ અને ત્રણ દીકરીઓ છે. ખીમાભાઈ ના બાળકો પણ આજે સ્વસ્થ રીતે જીવન જીવી રહ્યા છે. તેઓ કહે છે કે તેને કોઈપણ દિવસ બહારનો ખોરાક આરોગ્યો નથી. માત્ર ઘરનું જમવાનું જ પસંદ કરેલ છે. આથી તેઓ 120 વર્ષની ઉંમરે પણ નિરોગી અને સ્વસ્થ રીતે જીવન જીવતા જોવા મળે છે. આજે પણ ખેતરમાં અડીખમ રીતે કામ કરતા જોવા મળે છે. જેના કેટલાય ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!